નોકરી તો છે જ ક્યાં, અનામતથી રોજગારી મળવાની ગેરંટી નથીઃ ગડકરી

nitin gadkari file photo

ગરીબ-ગરીબ હોય છે, તેની કોઈ જાતી કે પંથ કે ભાષા નથી હોતી. તેનો કોઈ પણ ધર્મ હોય, મુસ્લીમ, હિંદી કે મરાઠા(જાતી), તમામ સમુદાયોમાં એક વર્ગ એવો છે, જેમની પાસે પહેરવા કપડા પણ નથી, ખાવા માટે ભોજન નથી...

 • Share this:
  કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રોજગાર અને અનામતને લઈ મોટુ નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું કે, અનામત રોજગારી આપવાની ગેરંટી નથી, કારણ કે, નોકરીઓ ઓછી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલન વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રીએ કહ્યું કે, જાતીના આધાર પર નહીં, પરંતુ ગરીબીના આધારે અનામત આપવાની જરૂરત છે, કારણ કે, ગરીબીની, જાતી, ભાષા અને વિસ્તાર નથી હોતો. તેમણે કહ્યું કે, જો અનામત કોઈ જાતીને મળી પણ જાય છે, તો નોકરીઓ છે જ ક્યાં, બેંકોમાં આઈટીના કારણે નોકરીઓ નથી.

  કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શનિવારે આ વાતો મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહી હતી. તે અનામત માટે મરાઠા આંદોલન એને અન્ય સમુદાયો દ્વારા આ રીતની માંગ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.

  ગડકરીએ કહ્યું કે, માની લો કે અનામત આપી દેવામાં આવે, પરંતુ નોકરીઓ નથી. કારણ કે, બેંકમાં આઈટીના કારણે નોકરીઓ ઓછી થઈ છે. સરકારી ભરતીઓ રોકાયેલી છે. એવામાં રોજગાર કેવી રીતે આપીશું?

  તેમણે કહ્યું કે, એક વિચાર કહે છે કે, ગરીબ-ગરીબ હોય છે, તેની કોઈ જાતી કે પંથ કે ભાષા નથી હોતી. તેનો કોઈ પણ ધર્મ હોય, મુસ્લીમ, હિંદી કે મરાઠા(જાતી), તમામ સમુદાયોમાં એક વર્ગ એવો છે, જેમની પાસે પહેરવા કપડા પણ નથી, ખાવા માટે ભોજન નથી. પરંતુ રોજગાર આપવા માટે નોકરીઓ તો પણ હોવી જોઈએ.

  ગડકરીએ કહ્યું કે, નિરાશા અને અસુવિધાના કારણે અનામતની માંગ થઈ રહી છે. આનો વિરોધ ટાળવા માટે ગામોમાં ખેતીની ઉપજ વધારવાની જરૂર છે અને પ્રતિ વ્યક્તિની આવક વધારવાની જરૂરત છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, મરાઠા અનામત મુદ્દા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ જરૂર રસ્તો શોધશે.

  ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગને લઈ મરાટા સમુદાય છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યો છે. ઔરંગાબાદ, પુના, નાસિક અને નવી મુંબઈમાં આંદોલન હિંસક પણ બન્યા હતા. જ્યાં કેટલીએ ગાડીઓને આંગ પણ ચાંપી દેવામાં આવી હતી. અનામતની માંગને લઈ અત્યાર સુધીમાં લગભગ સાત લોકોએ કથિત રીતે આપઘાત કરી લીધો છે. જોકે, હવે મરાઠા સમુદાય અનામત આંદોલન પાછુ ખેંચવાની વાત કરી રહ્યો છે.
  Published by:kiran mehta
  First published: