તાલીબાને અફઘાનિસ્તાન પર કબ્જો કરતા જ ક્યાં ગાયબ થઈ ગયા અફઘાનિસ્તાન એરફોર્સના 200 વિમાન!

ક્યાં ગયા અફઘાનિસ્તાનનાં 200 એર ક્રાફ્ટ

અફઘાનિસ્તાન એરફોર્સ પાસે 242 એરક્રાફ્ટ હતા, જેમાં ફાઈટર, હેલિકોપ્ટર્સ, પરિવહન, જહાજ વગેરેનો કાફલો ઉપલબ્ધ હતો. Afghanistan Latest Situation)  એરફોર્સમાં કુલ 7 હજારથી અધિક સૈનિકો હતા. જે સમયે તાલીબાનોએ કાબૂલ પર કબ્જો કર્યો હતો

  • Share this:
    અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ કબ્જો કરી લીધો છે. અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે, કે તાલીબાનો (Afghanistan Taliban News) સામેના યુદ્ધમાં અફધાનિસ્તાને તેમની વાયુસેનાનો ઉપયોગ કેમ ન કર્યો. વર્ષ 2002માં અફઘાનિસ્તાને પોતાની નવી એરફોર્સ બનાવી હતી અને તેનું હેડક્વાર્ટર કાબૂલમાં હતું. અફઘાનિસ્તાન એરફોર્સ પાસે 242 એરક્રાફ્ટ હતા, જેમાં ફાઈટર, હેલિકોપ્ટર્સ, પરિવહન, જહાજ વગેરેનો કાફલો ઉપલબ્ધ હતો. Afghanistan Latest Situation)  એરફોર્સમાં કુલ 7 હજારથી અધિક સૈનિકો હતા. જે સમયે તાલીબાનોએ કાબૂલ પર કબ્જો કર્યો હતો, તે સમયે અફઘાનિસ્તાન એરફોર્સ સંપૂર્ણ રીતે ખાલી થઈ ગઈ હતી.

    આ પણ વાંચો-બેંકમાં ફસાઇ હતી મહિલા ફિલ્મ ડિરેક્ટર, તાલિબાનીઓની બચીને આવી રીતે નીકળી બહાર; જણાવી આપવીતી

    અફઘાનિસ્તાનના સૈન્યકર્મીઓએ વિમાન અને હેલિકોપ્ટર્સ સાથે પાડોશી દેશ તરફ ઉડાન ભરી હતી. જેથી કહી શકાય કે તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો, ત્યાં સુધીમાં અફઘાનિસ્તાનની એરફોર્સ વિમાનો સાથે ગાયબ થઈ ગઈ હતી. કાબૂલ એરફોર્સ હેડક્વાર્ટર અને બીજા એરબેઝ પર 40-50 વિમાન અને હેલીકોપ્ટર ઉપલબ્ધ હતા પરંતુ, તે કામને લાયક ન હતા, ભંગાર થઈ ગયા હતા.

    A-29 સુપર ટુકાનો લાઈટ ફાઈટર્સ

    બ્રાઝીલનું આ લડાકૂ જહાજ સીમિત અભિયાનો માટે શાનદાર માનવામાં આવતું હતું. આ જહાજ અનેક હથિયારોથી સજ્જ થઈ શકે છે. આ જહાજ દુશ્મન પર નિશાન લગાવે છે, પરંતુ તેનો ઉપયોગ નિમ્ન લક્ષ્યો માટે થાય છે. તેના પરિણામ હંમેશા ઉત્તમ રહ્યા છે. અફઘાન એરફોર્સ મોટાભાગના વિમાન લઈને બહાર જતી રહી છે. ઉપરાંત એક થી બે વિમાન કામના નથી રહ્યા, તેના પર તાલીબાનોએ કબ્જો કરી લીધો છે.

    આ પણ વાંચો-Afghanistan Crisis: અફઘાનિસ્તાન મામલે શું હશે ભારતનું પગલું? કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

    એમઆઈ-8,17 ટ્રાન્સપોર્ટ હેલીકોપ્ટર્સ

    રશિયામાં બનેલા આ હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યરૂપે સામાનની અવરજવર અને સૈન્યની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે થાય છે. સમગ્ર વિશ્વના 40 દેશ આ હેલીકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અફઘાનિસ્તાન પાસે રહેલ આ હેલીકોપ્ટર્સ ખૂબ જ જૂના જમાનાના છે. જેમાંથી મોટાભાગના હેલીકોપ્ટર્સ બગડી ગયા છે અને માત્ર એકથી બે વિમાન જ કાર્યક્ષમ છે.

    યૂએચ-60 બ્લેકહોક્સ

    અમેરિકામાં બનેલા આ મજબૂત ચાર ડૈનવાળા હેલીકોપ્ટર્સ હવે કામની સ્થિતિમાં નથી. એક સમયે સૈન્ય ઓપરેશનમાં આ હેલીકોપ્ટરની ખૂબ જ માંગ હતી, પરંતુ આ હેલીકોપ્ટર્સ હવે અફઘાનિસ્તાનમાં કોઈ જ કામના નથી રહ્યા. જેમાંથી એક-બે હેલીકોપ્ટર્સ કામને લાયક હતા અને તેના પર તાલીબાનોએ કબ્જો કરી લીધો છે.

    અફઘાનિસ્તાન એરફોર્સની પોતાની એક અલગ કહાની છે. સોવિયત સેના કેટલાક વિમાન અહીં મુકીને ગઈ છે. ત્યારબાદ નાટો સેના અને અમેરિકાએ કેટલાક વિમાન અને હેલીકોપ્ટર્સ અફઘાનિસ્તાનને આપી દીધા છે. આ તમામ પ્રકારના વિમાન અને હેલીકોપ્ટર્સમાં અટેકિંગ, યૂટિલિટી અને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ઉપયોગી વિમાન અને ચોપર્સ હતા. જેમાં 200 હેલીકોપ્ટર્સ, 47 વિમાન અને 29 ફાઈટર જેટ શામેલ હતા. અફઘાનિસ્તાનમાં 10થી અધિક એરબેઝ હતા. સૌથી મોટો સવાલ છે, કે આ તમામ વિમાન હવે છે ક્યાં?

    માનવામાં આવે છે કે, અફઘાનિસ્તાન એરફોર્સને જ્યારે ખબર પડી કે તાલીબાનોએ કાબૂલ પર કબ્જો કર્યો છે, ત્યારે એરફોર્સ કર્મીઓ અને ઓફિસર્સ વિમાન અને હેલીકોપ્ટરમાં ઉડાન ભરીને જતા રહ્યા હતા. ઉઝબેકિસ્તાનના એરપોર્ટ પર અફઘાનિસ્તાન એરફોર્સના 46 વિમાન અને હેલીકોપ્ટર જોવા મળ્યા છે. તાજિકિસ્તાન વિશે કહેવામાં આવે છે કે, અન્ય પાડોશી દેશોમાં પણ આ પ્રકારના લોકો ગયા છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ એક મોટુ હેલીકોપ્ટર લઈને સંયુક્ત અરબ અમીરાત ભાગી ગયા છે.
    Published by:Margi Pandya
    First published: