ઇસરો (ISRO)ના ચંદ્રયાન-2 (Chandrayaan 2) ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગથી થોડા સમય પહેલા જ ક્યાં ખોવાઈ ગયું પરંતુ આશા હજુ પણ જીવંત છે. શુક્રવાર મોડી રાત્રે ચંદ્ર (Moon) પર સોફ્ટ લેન્ડિંગથી પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો પૃથ્વીના સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. જે સમયે આ ઘટના બની તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું. લેન્ડર વિક્રમની સાથે શું થયું અને તે હવે કેવી સ્થિતિમાં છે, હજુ સુધી તેની કોઈ જાણકારી નથી મળી શકી. જોકે, વૈજ્ઞાનિકોએ પૂરી આશા છે કે ત્રણ દિવસની અંદર આ રહસ્ય પરથી પડદો ઊઠાવી દેશે. મૂળે, ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોથી ટૂંક સમયમાં આ તમામ સવાલોના જવાબ શોધી શકાશે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 3 દિવસ બાદ વૈજ્ઞાનિક લેન્ડર વિક્રમને શોધી કાઢશે. મૂળે, જ્યાંથી લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો તે સ્થળે ઓર્બિટરને પહોંચવામાં ત્રણ દિવસનો સમય લાગશે. વૈજ્ઞાનિકો મુજબ, અમારી ટીમને લેન્ડિંગ સાઇટની તમામ જાણકારી છે. અંતિમ ક્ષણે લેન્ડર વિક્રમ રસ્તો ભટકી ગયું હતું તેથી હવે વૈજ્ઞાનિક ત્રણ ઉપકરણોથી તેને શોધવાનો પ્રયાસ કરશે. આપને જણાવી દઈએ કે ઓર્બિટરમાં SAR (સિન્થેટિક અપર્ચર રડાર), IR સ્પેક્ટ્રોમીટર એન કેમેરાની મદદથી 10 x 10 કિલોમીટરના વિસ્તારને શોધવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકો મુજબ, લેન્ડર વિક્રમની શોધખોળ માટે તેમને આ વિસ્તારની હાઈ રેઝોલ્યૂશન તસવીરો લેવી પડશે.
ઇસરોનું ચંદ્રયાન-2 સોફ્ટ લેન્ડિંગ ન કરી શક્યું
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, જો લેન્ડર વિક્રમનું ક્રેશ લેન્ડિંગ થયું હોત તો તે અનેક ટુકડાઓમાં તૂટી ચૂક્યું હશે. એવામાં લેન્ડર વિક્રમને શોધવું અને તેની સાથે સંપર્ક સાધવો ઘણો મુશ્કેલી ભરેલું હશે. પરંતુ જો તેના કમ્પોનન્ટને નુકસાન પહોંચ્યું હશે તો હાઈ-રેઝોલ્યૂશન તસવીરો દ્વારા તેની શોધી શકાશે. આ પહેલા ઇસરો ચીફ કે. સીવને પણ કહ્યું હતું કે આગામી 10 દિવસો સુધી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ ચાલુ રહેશે. ઇસરોની ટીમ સતત લેન્ડર વિક્રમને શોધવામાં લાગી ગઈ છે. ઇસરો ચીફના નિવેદન બાદ દેશને આશા છે કે આગામી 14 દિવસોમાં કોઈ સારા સમાચાર આવી શકે છે.
આગામી 14 દિવસો સુધી વૈજ્ઞાનિકો સુધી પ્રયાસ કરતાં રહેશે
ઇસરોના ચેરમેન સિવને દૂરદર્શનને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જોકે, અમારું ચંદ્રયાન-2ના લેન્ડરથી સંપર્ક તૂટી ગયો છે, પરંતુ તે લેન્ડરથી ફરી સંપર્ક સ્થાપિત કરવા માટે આગામી 14 દિવસો સુધી પ્રયાસ કરતા રહીશું. તેઓએ કહ્યું કે લેન્ડરના પહેલા ચરણને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું. જેમાં યાનની ગતિને ઓછી કરવામાં એજન્સીને સફળતા મળી. જોકે, અંતિમ ચરણમાં આવીને લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો.
7.5 વર્ષ સુધી ઓર્બિટર કામ કરશે
કે. સીવને વધુમાં કહ્યું કે, પહેલીવાર અમે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રનો ડેટા પ્રાપ્ત કરીશું. ચંદ્રની આ જાણકારી વિશ્વ સુધી પહેલીવાર પહોંચશે. ચેરમેને કહ્યું કે ચંદ્રના ચારે તરફ ફરનારા ઓર્બિટરના નિયત જીવનકાળને 7 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. તે 7.5 વર્ષ સુધી કામ કરતું રહેશે. તે સંપૂર્ણ ચંદ્રના ગ્લોબને કવર કરવામાં સક્ષમ હશે.