ક્યારે શરૂ થશે ભારતમાં કોરોના ટીકાકરણ, કેવી રીતે કરો રજિસ્ટર, જાણો બધી જ જાણકારી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ટીકાકરણની (Vaccination In India)તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાની દવા કંપનીઓ Pfizer અને મોર્ડના (Moderna) દ્વારા વેક્સીન વિકસિત કરી લેવાની જાહેરાત પછી હવે દુનિયાભરના લોકો ટીકાકરણની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં ટીકાકરણની (Vaccination In India)તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. વિદેશી વેક્સીન સિવાય ભારત બાયોટેક (Bharat-Biotech) અને આઈસીએમઆર (ICMR)દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદેશી વેક્સીન (Indian Vaccine) પણ થોડાક મહિનામાં આવે તેની સંભાવના છે. હવે લોકોના મનમાં ટીકાકરણને લઈને ઘણા સવાલ છે. આના ઘણા સવાલોના જવાબ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)આપ્યા છે.

  શું લોકોને વેક્સીન જલ્દી મળવાની છે?
  જવાબ - ઘણા વેક્સીનના ટ્રાયલ હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે. ભારત સરકાર કોરોનાને ખતમ કરવા માટે વેક્સીનેશનની પ્રક્રિયા જલ્દી શરુ કરી શકે છે. આ સંબંધમાં વધારે જાણકારી www.mohfw.gov.in વેબસાઇટ પર મેળવી શકાય છે.

  શું વેક્સીન બધા લોકોને એકસાથે આપવામાં આવશે?
  જવાબ - વેક્સીનની સંભવિત ઉપલબ્ધતાના આધારે ભારત સરકારે તે સમૂહોને પ્રાથમિકતામાં રાખ્યા છે જેમને સૌથી વધારે ખતરો છે. જેમ કે ફ્રન્ટલાઇન વર્કર, મોટી ઉંમરના લોકો, પહેલાથી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકો. પ્રથમ તબક્કામાં આ લોકોને પ્રાથમિકતા આધારે વેક્સીન આપવામાં આવશે.

  આ પણ વાંચો - રાજનાથ સિંહે કહ્યું - જો કૃષિ કાનૂન ફાયદાકારક સાબિત નહીં થાય તો એક વર્ષ પછી સંશોધન કરીશું

  શું વેક્સીન લેવી બધા માટે ફરજીયાત છે?
  જવાબ - હાલ કોરોના વેક્સીનેશન સ્વેચ્છાના આધારે કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હશે. જોકે એ સલાહ આપવામાં આવી છે કે કોરોનાથી બચવા માટે વેક્સીનના બધા ડોઝ લેવામાં આવે જે તમને અને બીજાને મહામારીથી બચાવી શકે.

  શું કોવિડ વેક્સીન પુરી રીતે સુરક્ષિત હશે?
  જવાબ - દેશમાં કોઈપણ વેક્સીન ત્યારે આપવામાં આવશે જ્યારે રેગ્યુલેટરી ઓથોરિટી તેની પરમિશન આપશે. લોકોની સુરક્ષાને સૌથી વધારે મહત્વ આપવામાં આવશે.

  શું કોવિડ સંક્રમણથી ઠીક થયા પછી પણ વેક્સીન લેવી જરૂરી હશે?
  જવાબ - હા, જે લોકોને સંક્રમણ થયું છે તેમને પણ વેક્સીન લેવાની સલાહ આપવામાં આવી છે. તેના દ્વારા તે વ્યક્તિમાં સારી ઇમ્યુનિટી સિસ્ટમ ડેવલપ થઈ શકશે.
  Published by:Ashish Goyal
  First published: