Home /News /national-international /Tripura Election: અયોધ્યામાં રામ મંદિર ક્યારે બનશે? ગૃહમંત્રી અમિત શાહે તારીખ જાહેર કરી
Tripura Election: અયોધ્યામાં રામ મંદિર ક્યારે બનશે? ગૃહમંત્રી અમિત શાહે તારીખ જાહેર કરી
અમિત શાહે કહ્યું છે કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. (ફોટો- Twitter)
ત્રિપુરામાં જનવિશ્વાસ યાત્રા અંતર્ગત જાહેર સભામાં અમિત શાહે કહ્યું કે 2019માં હું ભાજપનો અધ્યક્ષ હતો અને રાહુલ બાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ રોજ મંદિર વિશે પૂછતા હતા કે 'મંદિર ત્યાં જ બનાવશે પરંતુ તારીખ કહેશે નહીં.’ રાહુલ બાબા, કાન ખોલીને સાંભળો 1 જાન્યુઆરી, 2024ના રોજ તમને ત્યાં ગગનચુંબી રામ મંદિર તૈયાર જોવા મળશે.
અગરતલા: અયોધ્યામાં રામ મંદિર ક્યારે તૈયાર થઇ જશે તે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરામાં જાહેરાત કરી છે. શાહે કહ્યું કે રામ મંદિર 1 જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. ત્રિપુરામાં ચૂંટણી રેલી દરમિયાન ગૃહમંત્રીએ રામ મંદિર નિર્માણની તારીખ જાહેર કરી છે. ત્રિપુરામાં જનવિશ્વાસ યાત્રા અંતર્ગત જાહેર સભામાં અમિત શાહે કહ્યું કે 2019માં હું ભાજપનો અધ્યક્ષ હતો અને રાહુલ બાબા કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેઓ રોજ મંદિર વિશે પૂછતા હતા કે 'મંદિર ત્યાં જ બનાવશે પરંતુ તારીખ કહેશે નહીં.’ રાહુલ બાબા, કાન ખોલીને સાંભળો 1 જાન્યુઆરી, 2024ના રોજ તમને ત્યાં ગગનચુંબી રામ મંદિર તૈયાર જોવા મળશે.
ત્યાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી ટીકા પર પણ ઉગ્ર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, કલમ 370 વિશે કહેવામાં આવ્યું હતું કે લોહીની નદીઓ વહેશે. પરંતુ લોહીની નદીઓ તો દૂરની વાત છે કોઈએ કાંકરા ફેંકવાની પણ હિંમત કરી નથી. ગૃહમંત્રીએ પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, “PM મોદી મૌની બાબા મનમોહન સિંહ નથી, તે નરેન્દ્ર મોદી છે જે 10 દિવસમાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેને સબક શિખવાડ્યો છે."
બીજી તરફ ત્રિપુરાના વિકાસને લઈને અમિત શાહે કહ્યું કે, અમને વધુ પાંચ વર્ષ આપો અમે નાના રાજ્યોમાં ત્રિપુરાને સૌથી વધુ સમૃદ્ધ બનાવીશું. તેમણે કહ્યું કે ત્રિપુરામાં જે કામ થયું છે તે માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે.
તમને જણાવી દઈએ કે ત્રિપુરામાં આવતા મહિને જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીની 'જન વિશ્વાસ યાત્રા' આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારની સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે તમામ 60 મત વિસ્તારોમાંથી પસાર થઈને 1,000 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે અને તેના અંતર્ગત કુલ 100 રેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા અંતિમ દિવસે યાત્રામાં જોડાશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર