Home /News /national-international /Corona Fourth Wave: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? IIT નિષ્ણાતે આપી મહત્ત્વની જાણકારી

Corona Fourth Wave: ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર? IIT નિષ્ણાતે આપી મહત્ત્વની જાણકારી

ભારતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો (ફાઇલ ફોટો)

Corona Fourth Wave in India: ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus in India)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)થી ભારતમાં આવેલી ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus in India)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)થી ભારતમાં આવેલી ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ છે. કોરોનાના કેસમાં પણ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમણની ગતિ બંધ થઈ ગઈ છે પરંતુ હવે કોવિડની ચોથી લહેર (Corona Fourth Wave)ને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન IIT કાનપુર (IIT Kanpur)ના વૈજ્ઞાનિકોએ કોવિડની ચોથી લહેર (Covid19 Fourth Wave in India) વિશે મોટી માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાની આગામી લહેર 22 જૂનની આસપાસ આવશે જે 24 ઓક્ટોબર સુધી ચાલશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કોવિડ સંબંધિત IITના વૈજ્ઞાનિકો દ્વારા જે પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે લગભગ સાચી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોવિડની ચોથી લહેર ત્રીજી લહેર કરતાં થોડી વધુ સમય સુધી ચાલી શકે છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોથી લહેરનું સંક્રમણ કોરોનાના પ્રકાર પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો- Assembly Elections 2022 Live Updates:UPમાં પાંચમાં તબક્કાનું મતદાન, સ્ટ્રેચર પર આવીને વૃદ્ધાએ આપ્યો મત

નોંધનિય રીતે કોરોનાની ત્રીજી લહેર વિલીન થઈ રહી છે. દરરોજ સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના લગભગ 10 હજાર કેસ નોંધાયા છે જ્યારે હવે પોઝિટિવ રેટ માત્ર 1 ટકા જ રહ્યો છે. સંશોધકો હવે કોવિડની આગામી લહેર ભારતમાં કેટલા સમય સુધી આવી શકે છે તેના પર સંશોધન કરી રહ્યા છે. MedRxiv માં પ્રકાશિત અહેવાલ મુજબ કોવિડની ચોથી લહેર ભારતમાં 22 જૂન સુધીમાં આવી શકે છે જ્યારે તે 24 ઓક્ટોબર સુધી ચાલશે.

આ પણ વાંચો- Russia Ukraine: યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઇને બીજું વિમાન પણ દિલ્હી પહોચ્યું, ચહેરા પર દેખાઇ ખુશી

આ પહેલા IIT કાનપુરે કોરોનાની ત્રીજા લહેર અંગે એવી સંભાવના વ્યક્ત કરી હતી કે ત્રીજી લહેર ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે અને તે પછી કેસમાં ઘટાડો થશે. વૈજ્ઞાનિકોના અનુમાન એકદમ સાચા નીકળ્યા. ચોથી લહરે અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓગસ્ટમાં કોરોનાની લહેર ટોચ પર આવી શકે છે. 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સંક્રમણના કેસોમાં તેજી જોવા મળશે.
First published:

Tags: Corona case, Corona Case in India, Corona Crisis India, Corona death, Corona epidemic, Corona latest news, Kanpur

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો