નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)થી હાહાકાર મચી ગયો છે. દરરોજ કોરોના સંક્રમણ દર્દીઓ (Corona Infected Patients)ની સંખ્યા ઝડપથી વધી રહી છે. દરેક લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે નવી કોરોના લહેરમાંથી ક્યારે છૂટકારો મળશે. તાજેતરમાં દેશના કેટલાક નિષ્ણાતોએ કહ્યું હતું કે, 7 મે પછી કોરોનાના આંકડા ઘટવા લાગશે, પરંતુ કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને, તમામ અંદાજો ખોટા સાબિત થવા લાગ્યા છે.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લેતા હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, મેના મધ્ય ભાગમાં આખો દેશ કોરોના પીક પર હશે અને ત્યારબાદ આ કેસો ઘટવા માંડશે. ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યા 4 લાખને વટાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,01,078 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી 4,187 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે, બ્લૂમબર્ગે હૈદરાબાદમાં ભારતીય ટેકનોલોજી (IIT)ના પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરના હવાલે જણાવ્યું છે કે, હાલમાં જે રીતે કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે, તે અનુસાર, આગામી કેટલાક દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે.
તેમણે કાનપુર આઈઆઈટીના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલના ગણિતિક મોડેલનો ઉલ્લેખ કરી જણાવ્યું છે કે, જૂનના અંત સુધીમાં એક દિવસમાં 20 હજાર કેસ જોવા મળશે. જો કે, તેમણે કહ્યું હતું કે, કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને આ આંકડા થોડા બદલાઇ પણ શકે છે.
દેશમાં કોરોનાની બીજી લહેરે તાંડવ મચાવ્યો છે. દેશમાં દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. 25 દિવસ પહેલા, જ્યાં કોરોના દર્દીઓના મોતની સંખ્યા 1 હજાર હતી, તે હવે મૃત્યુઆંક 4 હજારને વટાવી ગયો છે. આ પહેલા 13 એપ્રિલે મોતની સંખ્યા 1 હજારને પાર કરી ગઈ હતી, જ્યારે 2 હજારની સંખ્યા 20 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ 3 હજારને પાર કરી ગઈ હતી. છેલ્લા 10 દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 4 હજારને વટાવી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર