સોનીપત : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party)એ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં સોનીપતના ગોહાના વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કહ્યુ કે, જ્યારે આર્ટિકલ 370નો ઉલ્લેખ થાય છે તો કૉંગ્રેસનું પેટ દુખવા લાગે છે.
વડાપ્રધાને કહ્યુ કે, કૉંગ્રેસના નેતાઓએ જમ્મુ-કાશ્મીર વિશે એવું નિવેદન આપ્યું કે, જેનો ફાયદો પાકિસ્તાને ઉઠાવ્યો. તેઓ આ નિવેદનના આધારે દુનિયામાં પોતાનો કેસ મજબૂત કરવામાં લાગી ગયા છે. આ કૉંગ્રેસ અને પાકિસ્તાનની વચ્ચે કેવી કેમેસ્ટ્રી છે. આ દુ:ખ અને હમદર્દનો સંબંધ લાગે છે.
PM Narendra Modi in Sonipat,Haryana: When we talk of Swacch Bharat or surgical strike then Congress gets stomach ache,and if by chance anyone says Balakot then Congress starts jumping with pain. Pakistan uses them to strengthen their case globally,what sort of chemistry is this? pic.twitter.com/H2pkxhs2lB
પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, હરિયાણા વીરોની ધરતી છે. હરિયાણાના લોકોએ લોકસભા ચૂંટણીમાં મોટા-મોટા નેતાઓને પાઠ ભણાવ્યો અને તેમનો અહંકાર તોડી દીધો. પીએમ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનું નામ લીધા વિના તેમની પર જોરદાર હુમલો કર્યો.
તિરંગાની શાન બુલંદ કરવામાં હરિયાણાના નવયુવાન સૌથી આગળ
પીએમે કહ્યુ કે, અખાડો કુશ્તીનો હોય કે યુદ્ધનું મેદાન હોય, તિરંગાની શાન બુલંદ કરવામાં હરિયાણાના નવયુવાનો સૌથી આગળ રહ્યું છે. મોદીએ જનતાને સવાલ પૂછતાં કહ્યુ કે, શું મને હરિયાણાની આ ભાવનાને બુલંદ કરવી જોઈએ કે નહીં, શું મને દેશહિતમાં નિર્ણય લેવા જોઈએ કે નહીં. શું દેશહિત રાજનીતિથી ઉપર હોવું જોઈએ કે નહીં, હરિયાણાની જે ભાવના છે, તે કૉંગ્રેસ અને તેના જેવી પાર્ટીઓના કાનમાં નથી પડી રહી.