Home /News /national-international /...ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર શેષનને નબળા પાડી દીધા હતા!

...ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર શેષનને નબળા પાડી દીધા હતા!

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા - ફાઇલ તસવીર

Supreme Court of India: સુપ્રીમ કોર્ટને હાલમાં ચૂંટણી આયોગના સ્વતંત્રતાની ચિંતા છે અને તેઓ ટીએન શેષન જેવા મજબૂત મુખ્ય ચૂંટણી કમિશનરની ખોટ અનુભવી રહ્યા છે. એકમાત્ર સમસ્યા એ છે કે, તે આ જ સુપ્રીમ કોર્ટ હતી, જેણે એક સમયે ચુકાદાથી શેષન જ્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે નબળા પાડી દીધા હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટને હાલમાં ચૂંટણી આયોગના સ્વતંત્રતાની ચિંતા છે અને તેઓ ટીએન શેષન જેવા મજબૂત મુખ્ય ચૂંટણી કમિશનરની ખોટ અનુભવી રહ્યા છે. એકમાત્ર સમસ્યા એ છે કે, તે આ જ સુપ્રીમ કોર્ટ હતી, જેણે એક સમયે ચુકાદાથી શેષન જ્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે નબળા પાડી દીધા હતા.

બહુ ઓછા લોકો જાણતા હશે કે, પી.વી. નરસિંબ રાવની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે 1993માં શેષનનો સામનો કરવા માટે વધુ બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરી હતી. આ સાથે જ એવી જોગવાઈ કરી હતી કે, પંચમાં નિર્ણય બહુમતીથી લેવાશે. જેથી શેષન મુખ્ય ચૂંટણી કમિશનર હોવા છતાં પણ કડક નિર્ણયો લઈ શક્યા નહોતા.

ત્યારે ટીએન શેષને સુપ્રીમ કોર્ટમાં રાહત માટેની અરજી કરી હતી. આ ઉપરાંત ત્રણ અન્ય અરજીઓ પણ શેષનનો સાથ આપવા માટે દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવાયું હતું કે, શેષનની પાંખો કાપી નાંખવા માટે કેન્દ્ર સરકારે ચૂંટણી આયોગમાં બે અન્ય કમિશનરોની નિમણૂક કરી છે અને બહુમતીની ફોર્મ્યુલા લગાવી છે.

ટીએન શેષનનો કેસ લડવા માટે પ્રખ્યાત વકીલ નાની પાલખીવાલા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. એક રીતે કોઈ મોટા સંવૈધાનિક કેસમાં પાલખીવાલાની સુપ્રીમ કોર્ટમાં આ છેલ્લી દલીલ હતી. ત્યારે પાલખીવાલા 76 વર્ષના હતા, છતાં તેઓ શેષનનો સાથ આપવા માટે કોર્ટમાં હાજર રહ્યા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટ પર તેની કોઈ અસર થઈ નહોતી. છેવટે વર્ષ 1995માં જ્યારે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એએમ અહમદીની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો ત્યારે તે સરકારની તરફેણમાં હતો. આ મુખ્ય ચૂંટણી કમિશનર પર સુપ્રીમ કોર્ટની સત્તાવાર મહોર હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટ આટલાથી ઊભી રહી ગઈ નહોતી, જાણે કે શેષન સામે તેમને ભારે ખુન્નસ હોય. તેનું કારણ એ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદામાં તેની ઝલક દેખાતી હતી. સુપ્રીમ કોર્ટ આ વાતથી ભારે નારાજ હતી કે, આખરે શેષને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પોતાને સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષમાં કેવી રીતે રાખી શકે.

ઘટના એવી હતી કે, મુખ્ય ચૂંટણી અધિકારી ટીએન શેષને સરકારને પત્ર લખી જાણ કરી હતી કે, તેમને સત્તાવાર વરિષ્ઠતા યાદીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સમકક્ષ સ્થાન આપવું જોઈએ, બે પગલાં નીચે નહીં. આ મામલે તેમણે પહેલા ગૃહ સચિવને અને બાદમાં વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. આનાથી સુપ્રીમ કોર્ટ નારાજ થઈ ગઈ હતી.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં સરકારને સ્પષ્ટરીતે કહ્યુ હતુ કે, કોઈપણ ભોગે મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજની સમકક્ષ રાખવામાં ના આવી શકે. તેનાથી જજની પ્રતિષ્ઠા પર અસર પડશે. સરકારને એવું પણ કહેવામાં આવ્યું કે, મુખ્ય ન્યાયાધીશને પૂછ્યાં વગર જ વોરંટ ઓફ પ્રેસીડેન્સમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ.

કાયદાના જાણકારોનું માનવું હતું કે, શેષનની સુપ્રીમ કોર્ટના જજ સમકક્ષ પોતાને રાખવાની જિદ્દ તેમને ભારે પડી હતી. મજાની વાત તો એ છે કે, સરકારે જે બે કમિશનરની નિમણૂક કરી હતી, તેમાંથી એક એમએસ ગિલ આગળ જઈને કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકારમાં સાંસદ અને મંત્રી બન્યા હતા.

ખાસ વાત એ પણ છે કે, ચૂંટણી આયોગ મામલે કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની હાલની બંધારણીય બેન્ચ દ્વારા આદર્શ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે યાદ કરવામાં આવતા ટીએન શેષનને 27 વર્ષ પહેલાં આ જ સુપ્રીમ કોર્ટે તેના ટુકડા કરી નાખ્યા હતા અને શેષનને તેના નિર્ણય દ્વારા નબળા પાડ્યા હતા.

સંયોગ તો એવો પણ છે કે, શેષન ચૂંટણી પંચને રાજનૈતિક પ્રભાવમાંથી મુક્ત કરવા માગતા હતા અને કોંગ્રેસની તત્કિાલિન રાવ સરકાર સામે આંદોલન માંડ્યું હતું. ત્યાં શેષન 1999ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટથી લાલકૃષ્ણ અડવાણીની સામે કોંગ્રેસી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.

જો મુખ્ય ચૂંટણી કમિશનરનો ટૂંકો કાર્યકાળ ચૂંટણી પંચને દૂરગામી નિર્ણયો લેતા અટકાવતો હોય તો સુપ્રીમ કોર્ટે પણ આત્મમંથન કરવાની જરૂર છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં, ટૂંકા કાર્યકાળને કારણે મુખ્ય ચૂંટણી કમિશનર કરતાં વધુ લોકો મુખ્ય ન્યાયાધીશના પદ પર બેઠા છે.

સવાલ એ પણ છે કે, શું સુપ્રીમ કોર્ટ પોતે નિયુક્તિની પ્રકિયામાં સામેલ થઈને અન્ય કોઈ સંસ્થામાં વધુ ગુણાત્મક બદલાવ લાવી શકે છે અને આ પણ કે, જજની નિયુક્તિમાં કાર્યપાલિકાના હસ્તક્ષેપ ટાળનારી સુપ્રીમ કોર્ટ કાર્યપાલિકાની ટર્ફમાં ઘુસવાની કોશિશ કયા નૈતિક આધારે કરશે?

અને જ્યાં સુપ્રીમ કોર્ટે દખલગીરી કરી છે , શું ત્યાં પરિસ્થિતિ બદલાઈ છે? સીબીઆઈ ડિરેક્ટરની નિયુક્તિમાં સુપ્રીમ કોર્ટની દખલગીરી છે, પરંતુ અત્યાર સુધીનો અનુભવ કોઈ રીતે એવું નથી કહી રહ્યો કે, સુપ્રીમ કોર્ટની નિયુક્તિ પ્રકિયામાં ઘુસવાને કારણે સીબીઆઈના કામકાજમાં મોટો બદલાવ આવ્યો હોય!

સુપ્રીમ કોર્ટે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, બંધારણના સંરક્ષકની જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા તેમની પાસે છે, તેમાં ચૂક ના થાય અને સેપરેશન ઓફ પાવર જે બંધારણના બેઝિક સ્ટ્રક્ચરનો ભાગ છે, તેનું ઉલ્લંઘન કરી ના નાખે! નૈતિકતાનું પાલન બધા માટે જરૂરી છે, તે યાદ રહે!
Published by:Vivek Chudasma
First published:

Tags: Supreme Court, Supreme Court of India

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन