કસ્ટમરે ખાવાની ફરિયાદ કરતા હોટેલ માલિક ગુસ્સે થઈ ગ્રાહક પર ફેંક્યું ઉકળતું તેલ
એક હોટેલ માલિકે પોતાના એક ગ્રાહક પર ગરમ તેલ ફેંકી દીધું. હકીકતમાં આ ઘટના રવિવારની છે, એક હોટેલ માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. ખાવાના સ્વાદ અને કિંમતને લઈને બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતા હોટેલ માલિકે ગ્રાહક પર ગરમ તેલ ફેંક્યું. આ ઘટનામાં ગ્રાહક ગંભીર રીતે દાઝ્યો હતો.
એક હોટેલ માલિકે પોતાના એક ગ્રાહક પર ગરમ તેલ ફેંકી દીધું. હકીકતમાં આ ઘટના રવિવારની છે, એક હોટેલ માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. ખાવાના સ્વાદ અને કિંમતને લઈને બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતા હોટેલ માલિકે ગ્રાહક પર ગરમ તેલ ફેંક્યું. આ ઘટનામાં ગ્રાહક ગંભીર રીતે દાઝ્યો હતો.
ઓરિસ્સાના જાજપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક હોટેલ માલિકે પોતાના એક ગ્રાહક પર ગરમ તેલ ફેંકી દીધું. હકીકતમાં આ ઘટના રવિવારની છે, એક હોટેલ માલિક અને ગ્રાહક વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. ખાવાના સ્વાદ અને કિંમતને લઈને બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બની જતા હોટેલ માલિકે ગ્રાહક પર ગરમ તેલ ફેંક્યું.
આ ઘટનામાં ગ્રાહક ગંભીર રીતે દાઝ્યો હતો. ન્યૂજ એજન્સી PTIના અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કટકથી લગભગ 45 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં બાલીચંદ્રપુર ગામના રહેવાસી 48 વર્ષીય પ્રસનજીત પરિદા શનિવારે સ્થાનિક બજારમાં ખાવા માટે ગયા હતા. હોટેલમાં જ્યારે પરિદાને ખાવાનું પીરસવામાં આવ્યું તો તેણે માલિક પ્રવકર સાહુને પીરસવામાં આવેલા ભોજનના સ્વાદ અંગે ફરિયાદ કરી.
આ પછી, ખાવાની કિંમતને લઈને ગ્રાહક અને માલિકની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. હોટેલ માલિક પરિદા પર ગરમ તેલ ફેંક્યું, જેથી તે ચહેરા, ગરદન, છાતી, પેટ અને હાથ પર ગંભીર રીતે દાઝ્યો હતો. અત્યારે પરિદાની કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઘટના અંગે માહિતી આપતાં બાલાચંદ્રપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રમાકાંત મુદુલીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવશે. તે જ સમયે, આ ઘટના પછી, આસપાસના લોકો ખૂબ જ આશ્ચર્યચકિત છે. ઘટના વિશે સાંભળીને લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવી ઘટના બની શકે છે.
બીજી તરફ બોલાંગીર જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (MCH) ના પરિસરમાં એક નાળામાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલિથીનમાં લપેટી બાળકીનો મૃતદેહ MCH બિલ્ડિંગની પાછળના ગટરમાં તરતો જોવા મળ્યો હતો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર