જ્યારે સંસદમાં સોનિયા-મેનકા અને રાહુલ-વરુણ થયા આમને-સામને...

સામાન્ય રીતે ગાંધી પરિવારના સભ્યો સામે મળે તો નજર બદલે છે, પરંતુ આ વખતે સોનિયા અને મેનકાએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યું

News18 Gujarati
Updated: June 18, 2019, 9:11 PM IST
જ્યારે સંસદમાં સોનિયા-મેનકા અને રાહુલ-વરુણ થયા આમને-સામને...
સામાન્ય રીતે ગાંધી પરિવારના સભ્યો સામે મળે તો નજર બદલે છે, પરંતુ આ વખતે સોનિયા અને મેનકાએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યું
News18 Gujarati
Updated: June 18, 2019, 9:11 PM IST
ગાંધી પરિવારમાં મત-ભેદ જગજાહેર છે. એવામાં જ્યારે પણ સોનિયા ગાંધી અને મેનકા ગાંધી અથવા રાહુલ અને વરુણ આમને સામને થાય છે તો ચર્ચાનો વિષય બને છે. લોકસભામાં છેલ્લા બે દિવસથી ચૂંટાયેલા સભ્યોનો શપથ ગ્રહણ પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન સોનિયા અને મેનકા એક બીજાની સામે ટકરાઇ ગયા.

સામાન્ય રીતે ગાંધી પરિવારના સભ્યો સામે મળે તો નજર બદલે છે, પરંતુ આ વખતે સોનિયા અને મેનકાએ હાથ જોડી એકબીજાનું અભિવાદન કર્યું. મેનકા ગાંધી જ્યારે સંસદ સભ્યની શપથ લઇ વિપક્ષ નેતાઓનું અભિવાદન કર્યું તો તેની સામે સોનિયા અને રાહુલ ગાંધી પણ હતા. બંનેએ એક બીજાને હાથ જોડ્યા અને અભિવાદન કર્યું.

અહીં ક્લિક કરી વાંચોઃ પરિવારના ઝઘડાએ મહિલાને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યો, અંધશ્રદ્ધાએ તમામ હદ વટાવી

વરુણ ગાંધીએ પણ મંગળવારે સંસદસભ્યની શપથ લીધી, શપથ બાદ વરુણ સત્તાપક્ષથી પસાર થઇ વિપક્ષ તરફ ગયા, આ દરમિયાન તેઓએ કોંગ્રેસ અધ્યક્ષને સાંસદ ચૂંટાવા તરીકે બધાઇ આપી, શપથ લેવા માટે જ્યારે વરુણ ગાંધીનું નામ લેવામાં આવ્યું તો સોનિયા ગાંધી પણ મેજ પછાડતા નજર આવ્યા.

સોનિયા ગાંધીએ હિન્દીમાં શપથ લીધી હતી. આ દરમિયાન વિપક્ષ સાંસદોએ મેજ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું. મથુરા સીટ પરથી વિજય થયેલી હેમા માલિનીએ પણ હિન્દીમાં શપથ લીધા. આ દરમિયાન સાંસદોએ રાધે-રાધે અને ભારત માતા કી જયના નારા લગાવ્યા.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...