જ્યારે શીલા દીક્ષિતની કારને ટાઇમ બોમ્બથી ઉડાવી દીધી, પરંતુ આ રીતે બચ્યો હતો જીવ

News18 Gujarati
Updated: July 21, 2019, 9:22 AM IST
જ્યારે શીલા દીક્ષિતની કારને ટાઇમ બોમ્બથી ઉડાવી દીધી, પરંતુ આ રીતે બચ્યો હતો જીવ
શીલા દીક્ષિત (ફાઇલ ફોટો)

બ્લાસ્ટના કારણે કારના ટુકડે-ટુકડા થઈ ગયા, પાસે ઊભેલા બે બાળકો બન્યા હતા ભોગ

  • Share this:
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયું. શનિવાર સવારે તેમને ઓખલામાં આવેલી એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થઈ ગયું.

જોકે, વર્ષ 1985માં શીલા દીક્ષિતનો જીવ આબાદ બચી ગયો હતો. કોઈની ભૂખે તેમને બચાવી લીધા. 25 સપ્ટેમ્બર 1985ના રોજ પંજાબમાં વિધાનસભા ચૂંટણી થવાની હતી. આ દરમિયાન કોંગ્રેસે શીલા દીક્ષિતને ચૂંટણી કેમ્પેનની જવાબદારી સોંપી હતી. તેમને પંજાબ મોકલવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે શીલા દીક્ષિતે અંતિમ રેલી ખતમ કરી અને બિહારના એક સાંસદની કારમાં બેસીને બટાલાથી અમૃતસર જવા રવાના થયા.

જે કારમાં સવાર હતા તેમાં થયો જોરદાર બ્લાસ્ટ

આ દરમિયાન કારમાં શીલા દીક્ષિત, તે સાંસદ, એક સુરક્ષાકર્મી અને ડ્રાઇવર હતા. ડ્રાઇવરે શીલા દીક્ષિતને કહ્યું કે અત્યારે ખાવાનું ખાઈ લઈએ, કારણ કે અમૃતસર પહોંચતાં ઘણું મોડું થઈ જશે. તેમની સહમતિ મળ્યા બાદ ડ્રાઇવરે એક રેસ્ટોરાં પર કાર રોકી.

ડ્રાઇવર ખાવાનું ખાવા લાગ્યો અને શીલા દીક્ષિતે રેસ્ટોરાંમાં બેસીને સોફ્ટ ડ્રિંક મંગાવ્યું. તેઓ જેવો પહેલો ઘૂંટ પીવાના હતા ત્યારે એક જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટ એ જ કારમાં થયો હતો જેમાં શીલા દીક્ષિત મુસાફરી કરી રહ્યા હતા.

બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે કારના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. જો ડ્રાઇવરે ખાવા માટે કાર ન રોકી હોત તો કદાચ તે દિવસે મોટી અનહોની થઈ જાત. તે બોમ્બ બ્લાસ્ટમાં તે લોકો બચી ગયા હતા, પરંતુ કારની પાસે ઊભેલા બે બાળકોના મોત થયા હતા.બાદમાં જ્યારે આ બોમ્બ બ્લાસ્ટની તપાસ થઈ તો પોલીસે જણાવ્યું કે કારમાં ટાઇમ બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો. મતલબ, શીલા દીક્ષિતની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर