દરેક સવાલ પર પાણી પીવા મજબૂર થયા ઝકરબર્ગ, આ સવાલે સૌથી વધારે મૂંઝવ્યા

 • Share this:
  ડિજિટલ પ્રાઇવસી મામલે ફેસબુકના શોધક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ અમેરિકન કોંગ્રેસ સામે રજૂ થયા હતા. અહીં માર્કને હજારો સવાલ પૂછવામાં આવ્યા હતા, પરંતુ સેનેટર ડિક ડર્બિનના એક સવાલે તેમને સૌથી વધારે પરેશાન કર્યા હતા. હકીકતમાં સેનેટર ડિક ડર્બિને માર્કને પૂછ્યું તું કે શું તેઓ એ હોટલનું નામ જણાવવા માંગશે, જ્યાં તેઓ રાત્રે રાકાયા હતા? આ સવાલના જવાબમાં માર્કે પૂરી આઠ સેકન્ડ સુધી ચૂપ રહ્યા હતા, બાદમાં તેમણે કહ્યું હતું તે તેમને ખબર નથી. સેનેટર્સે પૂછેલા સવાલો દરમિયાન માર્કે વારંવાર પાણી પીતા નજરે પડ્યા હતા.

  સેનેટરે યુઝર્સની ખાનગી જાણકારીને લઈને ફેસબુકની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ડર્બિને ઝકરબર્ગને પૂછ્યું કે, 'જો તમે કોઈને વ્યક્તિગત સંદેશ મોકલો તો શું તમે જણાવી શકો કે તમે આ સંદેશ કોને મોકલ્યો છે?' આ સવાલનો જવાબ આપતી વખતે ઝકરબર્ગ થોડા ખચકાયા હતા. તેમણે કહ્યું હતું કે હું આ સવાલનો જવાબ અહીં જાહેરમાં આપવા નહીં માંગુ.

  તમને જણાવી દઈએ કે કોંગ્રેસના 40 સેનેટર્સમાંથી ડર્બિને જ તેમને સૌથી વધારે સવાલ પૂછ્યા હતા.

  ઝકરબર્ગને સેનેટર ડર્બિને કહ્યું કે, 'તમારી ગુપ્તતાનો અધિકાર, તમારા અધિકારની મર્યાદા અને આખી દુનિયાને એક બીજા સાથે જોડવાના નામ પર તમે મોર્ડન અમેરિકા પાસેથી કેટલું મેળવો છે, મારા મત પ્રમાણે આ જ બધુ છે.'

  33 વર્ષીય ઝકરબર્ગ લગભગ બે બિલિયન યુઝર્સ સાથે મલ્ટિ-બિલિયન ડોલર કંપની ચલાવે છે. તેમણે આ આખા કેસમાં પોતાની ભૂલ માની હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે ભવિષ્યમાં તેઓ યુઝર્સની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે.

  ડર્બિન સાથે સહમત થતા ઝકરબર્ગે કહ્યું કે, 'મારા મત પ્રમાણે એ વાત પર તમામનું નિયંત્રણ હોવું જોઈએ કે તેમની જાણકારી કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે.'
  Published by:Vinod Zankhaliya
  First published: