ન્યૂઝ18 ગુજરાતી : ઇન્દિરા ગાંધી જેવી પ્રતિભા, જોશપૂર્ણ પ્રવચનો આપવાની કલા, વિરોધીઓને પણ પોતાના ચાહક બનાવી લેવાની કરિશ્મા રાખી શકવાની ક્ષમતા: આ તમામ ખૂબીઓ છે, પ્રિયંકા ગાંધી વાદ્રામાં! પ્રિયંકા તેની આ ખૂબીઓનો પરચો અગાઉ ચૂંટણી પ્રચારોમાં બતાવી ચુક્યા છે.
અત્યાર સુધી સક્રિય રાજનીતિ માંથી દૂર રહેનારા પ્રિયંકા ગાંધી હવે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશી ચુક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ ઉત્તરપ્રદેશનો કાર્યભાર પ્રિયંકાને સોંપીને લોકસભા ચૂંટણી પૂર્વે રાજનીતિમાં નવો જોશ ભરી દીધો છે. પ્રિયંકા પૂર્વ ઉત્તરપ્રદેશ માટે કોંગ્રેસના મહાસચિવ પદે રહેશે
લોકસભા ચૂંટણી પહેલા પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારવાનો આ દાવ કોંગ્રેસની રાજકીય નાવડીને પાર કરવામાં મદદરૂપ બની શકે છે. પ્રિયંકાએ ક્યારેય ચૂંટણી લડી નથી, પરંતુ તેણે તેની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીને ચૂંટણી જીતાડવામાં મદદ જરૂર કરી છે.
પ્રિયંકા ગાંધી અત્યાર સુધી કોંગ્રેસનો અભેદ્ય ગઢ મનાતી બેઠકો રાયબરેલી-અમેઠીમાં તેની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચારનું કાર્ય સાંભળતા આવ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાહુલ અને સોનિયા ગાંધી ભલે દેશભરમાં પ્રચાર કરતા રહ્યા, પરંતુ ઉક્ત બે બેઠકો માટેની જવાબદારી પ્રિયંકા સાંભળતા હતા.
પ્રિયંકામાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઝલક દેખાય છે. ઘણી વખત પ્રિયંકાની તુલના તેમની સાથે થઇ ચુકી છે. વર્ષ-1999ની લોકસભા ચૂંટણી વખતે પ્રિયંકા ગાંધીએ એક નહિ, બે-બે લોકસભા બેઠકો ઉપરથી તેમને ચૂંટણી જીતાડવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. પ્રિયંકાએ 1999 લોકસભા ચૂંટણીમાં પહેલી વખત અમેઠીમાં પ્રચારની જવાબદારી સાંભળી હતી અને બે અઠવાડિયા અમેઠીમાં જ રોકાઈ રહ્યા હતા અહીંથી સોનિયા ગાંધી લાખો મતોથી જીત્યા હતા.
બેલ્લારીમાં સુષ્મા સ્વરાજે કન્નડમાં ભાષણ આપીને ભલે ચૂંટણી સભાઓને ગજવી હતી પરંતુ અહીં 1999માં પ્રિયંકાના એક તોફાની રોડ-શૉએ સુષ્મા સ્વરાજની તમામ મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું। અહીંની બેઠક ઉપર સોનિયા ગાંધીનો વિજય રાજનૈતિક ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ બની ગયો હતો.
Published by:sanjay kachot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર