પ્રણવ દાએ એકસમયે કોંગ્રેસ છોડી બનાવી હતી અલગ પાર્ટી, પછી કહ્યું હતું - મને તો યાદ જ નથી

ભારત રત્ન પ્રણવ મુખરજી (Pranab Mukherjee) હવે આપણી વચ્ચે રહ્યા નથી

ભારત રત્ન પ્રણવ મુખરજી (Pranab Mukherjee) હવે આપણી વચ્ચે રહ્યા નથી

 • Share this:
  નવી દિલ્હી : ભારત રત્ન પ્રણવ મુખરજી (Pranab Mukherjee Died) હવે આપણી વચ્ચે રહ્યા નથી. ભારતીય રાજનીતિના નાયબ સિતારો હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે. નાના ગામમાં જન્મેલા પ્રણવ મુખરજીને રાજનીતિ વિરાસતમાં મળી હતી પણ તેમની રાજનીતિ ક્યારે પણ પારંપરિક રહી નથી. તે દેશના તે નેતાઓમાંથી છે. જેમની કારકિર્દીમાં તોફાની ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા.

  ક્યારેક ઇન્દીરા ગાંધીના (Indira Gandhi)ખાસ રહેલા પ્રણવ દાના (Pranab Mukherjee) રાજીવ ગાંધી સાથે સંબંધ તેટલા ખરાબ થયા હતા કે તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું. પોતાની નવી પાર્ટી બનાવીને તે કોંગ્રેસ સાથે ટક્કર લીધી હતી જેણે તેમને દેશના વિત્ત મંત્રી બનાવ્યા હતા. જોકે આ પછી તે ફરી પાર્ટીમાં પાછા ફર્યા હતા અને તે પાર્ટીએ તેમને દેશના સર્વોચ્ચ પદ પર (રાષ્ટ્રપતિ)બેસાડ્યા હતા.

  આ પણ વાંચો - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની ઉંમરે નિધન

  પ્રણવ મુખરજીનો જન્મ 1935માં પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં મિરાતી ગામમાં થયો હતો. પિતા કામદા મુખરજી 1920થી જ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હતા. દેશ આઝાદ થયા પછી પશ્ચિમ બંગાળ વિધાન પરિષદમાં પસંદ થયા હતા. પિતા પાસેથી વારસામાં રાજનીતિ મળી હતી. 1969માં જ્યારે પ્રણવ દા પર ઇન્દીરા ગાંધીની નજર પડી તો તે પછી બધુ બદલાઇ ગયું હતું.

  1969માં બંગાળના મિદનાપુરમાં પેટા ચૂંટણી થઇ હતી. પ્રણવ દા એ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર વીકે કૃષ્ણામેનનની મદદ કરી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીના તેમના કામથી પ્રભાવિત થયા હતા. થોડાક દિવસો પછી પ્રણવ કોંગ્રેસમાં સામેલ થઇ રાજ્યસભાના સદસ્ય બન્યા હતા. આ પછી સતત આગળ વધ્યા હતા.


  ઇન્દીરા ગાંધીની હત્યા પછી પ્રણવ મુખરજી પ્રધાનમંત્રી પદના સૌથી પ્રબળ દાવેદાર હતા. પ્રણવ દા પોતાની મહત્વકાંક્ષા બતાવી ચૂક્યા હતા. આ જ વાત તેમની વિરુદ્ધ ગઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી પસંદ કરી લીધા હતા. તે રાજીવ ગાંધી સરકારમાં વિત્ત મંત્રી બન્યા હતા. આ પછી મતભેદોના કારણે પ્રણવે આ પદ છોડી દીધું હતું અને કોંગ્રેસથી દૂર જતા રહ્યા હતા. 1986માં તેમણે રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ નામની પાર્ટી પણ બનાવી હતી.

  પ્રણવ મુખરજી અલગ પાર્ટી બનાવીને ખાસ કામ કરી શક્યા ન હતા. રાજીવ ગાંધી અને પ્રણવ વચ્ચે ફરી સુલેહ થઈ હતી અને તેમણે રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસનું કોંગ્રેસમાં વિલય કરી દીધું હતું. જ્યારે પણ પ્રણવ દા ને તેમણે બનાવેલી પાર્ટી વિશે પુછવામાં આવતું હતું તો તેણે હસીને જવાબ આપતા હતા કે મને તો તેનું નામ પણ યાદ નથી.
  Published by:Ashish Goyal
  First published: