આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા, અને કાલે રાજ્યપાલ બની ગયા
Indian Politics : રાજનીતિ પણ અદ્ભુત છે. કેટલાક તેને સંભાવનાઓનો ખેલ કહે છે અને કેટલાક ધારણાઓનો. ભૂતકાળમાં ભારતના રાજકીય દૃશ્ય પર કેટલાક એવા દ્રશ્યો ઉભરી આવ્યા હતા, જેણે સામાન્ય લોકોના મનમાં એવો અહેસાસ કરાવ્યો હતો કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.
Indian Politics : રાજનીતિ પણ અદ્ભુત છે. કેટલાક તેને સંભાવનાઓનો ખેલ કહે છે અને કેટલાક ધારણાઓનો. ભૂતકાળમાં ભારતના રાજકીય દૃશ્ય પર કેટલાક એવા દ્રશ્યો ઉભરી આવ્યા હતા, જેણે સામાન્ય લોકોના મનમાં એવો અહેસાસ કરાવ્યો હતો કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.
CM બન્યાના બીજા જ દિવસે રાજ્યપાલ
વર્ષ હતું 1985, ઇંદિરા ગાંધીની હત્યા બાદ ઉભી થયેલી સહાનુભૂતિની લહેરથી કોંગ્રેસ મધ્યપ્રદેશમાં જંગી બહુમતી સાથે સત્તામાં પાછી આવી હતી. કોંગ્રેસે અર્જુન સિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને 320 વિધાનસભા બેઠકોમાંથી 250 બેઠકો જીતી હતી. આથી જ, તેમનું રાજકીય કદ વધવું સ્વાભાવિક હતું. આ જીત અર્જુન સિંહ માટે એ અર્થમાં પણ ખાસ હતી કે, 1980થી 1985 સુધી સરકાર ચલાવ્યા બાદ તેમણે સતત બીજી જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ પર તેમનો સ્વાભાવિક દાવો હતો. તેમને નેતા તરીકે પસંદ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. આ બાદ, 11 માર્ચ 1985ના રોજ અર્જુન સિંહે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે તેમને બીજા જ દિવસે રાજીનામું આપવું પડ્યું હતું.
આ પાછળ કારણ એ હતું કે, રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અર્જુન સિંહને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. તે સમયે કોંગ્રેસની નેતાગીરી પાસે એ સવાલનો કોઈ જવાબ નહોતો કે, જો તેમને મુખ્યમંત્રી પદના શપથ લીધાના એક દિવસ બાદ જ રાજ્યપાલ બનાવવાના હતા તો પછી મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી શા માટે કરવામાં આવી? આ નિર્ણયથી અર્જુન સિંહ પોતે સ્તબ્ધ અને નાખુશ હતા. તેઓ કોંગ્રેસના આંતરિક રાજકારણનો શિકાર બન્યા હોવાનું પણ રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું હતું. સતત બીજી વખત મુખ્યમંત્રી બનવાથી તેમનું વધેલું રાજકીય કદ કોંગ્રેસના આંતરિક વર્તુળમાં પસંદ આવ્યું ન હતું.
આ બાદ, અર્જુન સિંહની જગ્યાએ મોતીલાલ વોરાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા, બીજી તરફ અર્જુન સિંહ મધ્યપ્રદેશ પરત ફરવા માટે બેતાબ હતા. આમાં તેને સફળતા પણ મળી હતી. કોંગ્રેસ નેતૃત્વએ મોતીલાલ વોરાને કેન્દ્રમાં બોલાવ્યા અને અર્જુન સિંહ ફરી એકવાર 14 ફેબ્રુઆરી 1988ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. આ કાર્યકાળ એક વર્ષ પણ ન ચાલ્યો કે એક પ્રખ્યાત કૌભાંડમાં નામ આવ્યા બાદ તેમણે ફરીથી રાજીનામું આપવું પડ્યું. આ બાદ, મોતીલાલ વોરાને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનો ઓહાપો એટલો વધી ગયો કે આગામી ચૂંટણી પહેલા મોતીલાલ વોરાને ફરીથી હટાવવા પડ્યા અને તેમની જગ્યાએ શ્યામચરણ શુક્લા મુખ્યમંત્રી બન્યા. આ રીતે, મધ્યપ્રદેશની આઠમી વિધાનસભામાં પાંચ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી ચૂંટાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર