જ્યારે ગાંધીજીએ કેરળ માટે ભેગા કર્યા હતા 6000 રૂ, મહિલાઓએ આપ્યા હતા દાગીના

News18 Gujarati
Updated: August 26, 2018, 5:23 PM IST
જ્યારે ગાંધીજીએ કેરળ માટે ભેગા કર્યા હતા 6000 રૂ, મહિલાઓએ આપ્યા હતા દાગીના

  • Share this:
નવી દિલ્હી: સદીના સૌથી ભયાનક પુરે કેરળમાં સર્વત્ર વિનાશ નોતર્યો છે, તેવામાં હાલમાં ત્યાંના લોકો તેનાથી બહાર આવવાની કોશિષ કરી રહ્યાં છે. આનાથી પહેલા 1924માં સૌથી ભયાનક પુર આવ્યું હતું. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ત્યારે આ પુર માલાબાર વિસ્તારમાં આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કેરળની મદદ માટે દેશમાંથી 6 હજાર રૂપિયા ભેગા કર્યા હતા. તે સમયના હિસાબે આ એક ખુબ જ મોટી રકમ હતી. આનાથી પણ મોટી વાત હતી, આ રકમને દેશભરમાંથી ભેગી કરવી. આ વખતના પુરમાં 290થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે 10 લાખ લોકોએ પુરના કારણે વિસ્થાપિત થવું પડ્યું છે. 1924માં આવેલા પુરમાં આનાથી પણ વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ત્યારે મહાત્મા ગાંધીએ પોતાના સમાચાર પત્ર યંગ ઈન્ડિયા અને નવજીવનમાં આ પુર વિશે પ્રતિદિવસ લખીને લોકોને આ ભયાનક તબાહી વિશે જણાવ્યું હતું. ત્યારે તેમને આ સમાચાર પત્રોના માધ્યમથી જ લોકોને કહ્યું હતું કે ,લોકો માલાબાર (કેરળ)ની મદદ કરે.

મહિલાઓએ પોતાના દાગીનાનું આપ્યું દાન

મહાત્મા ગાંધીની તે અપીલનો બધા પર ખુબ જ ઉંડો પ્રભાવ પડ્યો. મહિલાઓએ પોતાના દાગીના સુધી દાનમાં આપી દીધા. કેટલાક બાળકોએ પણ આ અપીલ પર દાન કર્યું હતું. કેટલાક લોકોએ દાન આપવા માટે એક દિવસનું ખાવાનું છોડ્યું હતું. કેટલાક લોકોએ પોતાના ભાગનું દૂધ વેચીને પણ દાન આપ્યું હતું.

જ્યારે એક બાળકીએ ચોરેલા પૈસા પણ કર્યા દાન

મહાત્મા ગાંધીએ પોતાના સમાચાર પત્ર નવજીવનમાં લખેક એક લેખમાં જણાવ્યું કે, એક છોકરીએ તો ચોરી કરેલા 3 પૈસા પણ દાનમાં આપી દીધી હતી. તેમને પોતાના લેખમાં જણાવ્યું કે, તે સમયે માલાબારના મોટાભાગના લોકો પીડામાંથી પ્રસાર થઈ રહ્યાં છે, જો કે, તેમને આશાથી વધારે લોકોનું સમર્થન મળ્યું અને લોકોએ દિલ ખોલીને પૈસા દાનમાં આપ્યા.
First published: August 26, 2018, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading