રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું - આખો દેશ તમને કપડાઓથી ઓળખે છે

News18 Gujarati
Updated: December 23, 2019, 11:03 PM IST
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું - આખો દેશ તમને કપડાઓથી ઓળખે છે
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું - આખો દેશ તમને કપડાઓથી ઓળખે છે

કૉંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતાઓએ દેશની એકતા માટે સત્યાગ્રહમાં ભાગ લીધો અને સંવિધાનની રક્ષા કરવાનો સંકલ્પ લીધો

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ( Manmohan Singh) અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)સહિત પાર્ટીના શીર્ષ નેતાઓએ દેશની એકતા માટે સત્યાગ્રહમાં ભાગ લીધો અને સંવિધાનની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે કપડાની વાત આવે છે તો આખો દેશ તમને તમારા કપડાના કારણે જાણે છે. આ ભારતના લોકો ન હતા પણ તમે જ હતા જેમણે 2 કરોડ રુપિયાનો સૂટ પહેર્યો હતો.

રાહુલે આગળ કહ્યું હતું કે દેશના દુશ્મનોએ દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરવાના બધા પ્રયત્નો કરી લીધા છે પણ આપણા દુશ્મન કશું જ કરી શક્યા નથી. આજે તે કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

આ પણ વાંચો - PM મોદીએ હેમંત સોરેનને અભિનંદ પાઠવ્યા, અમિત શાહે કહ્યું - જનાદેશનું સન્માન કરીએ છીએ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જી છાત્રો ને ગોળી વાગે છે. તેમના પર લાઠીચાર્જ થાય છે. પત્રકારોને ડરાવવામાં આવે છે. આવું કરીને તમે દેશનો અવાજ દબાવવા માંગો છો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજઘાટ પર કૉંગ્રેસને સત્યાગ્રહણની શરુઆત વંદે માતરમથી કરી હતી. આ પછી સોનિયા, મનમોહન અને રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષામાં સંવિધાનની પ્રસ્તાવના વાંચી હતી. ત્યારબાદ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિન્દી અને અન્ય નેતાઓએ દેશની અલગ-અલગ ભાષાઓમાં સંવિધાનની પ્રસ્તાવના વાંચી હતી.

પ્રથમ વખત કોઈ પ્રદર્શનમાં સામેલ થયા રાહુલ ગાંધી
નાગરિકતા સંશોધન કાનૂન સામે કોઈપણ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પ્રથમ વખત સામેલ થયા હતા. તે થોડા દિવસો પહેલા દક્ષિણ કોરિયાના પ્રવાસે હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલ, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ સામેલ થયા હતા.
First published: December 23, 2019, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading