Home /News /national-international /

જ્યારે બડગામમાં ક્રેશ થયું IAFનું વિમાન તો, લોકોને લાગ્યું કે શરુ થયું ભારત-પાક યુદ્ધ

જ્યારે બડગામમાં ક્રેશ થયું IAFનું વિમાન તો, લોકોને લાગ્યું કે શરુ થયું ભારત-પાક યુદ્ધ

ભારતીય વાયુસેનાનું ક્રેશ થયેલું ચોપર

ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે ઘાતક હવાઇ લડાઇમાં વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનને મિગ 21થી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું.

    આકાશ હસન, ન્યૂઝ18 ગુજરાતી

    ભારત અને પાકિસ્તાન વચ્ચે બુધવારે ઘાતક હવાઇ લડાઇમાં વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનને મિગ 21થી પાકિસ્તાનના F-16ને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેઓ પાકિસ્તાનની કસ્ટડીમાં આવી ગયા હતા. જોકે, શુક્રવારે મોડી રાત્રે તેઓ ભારત પરત ફર્યા હતા.

    શ્રીનગર પાસે આવેલા બડગામમાં બુધવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બે પાયલટ શહીદ થયા હતા. બે દિવસ સુધી અભિનંદનને ભારત પરત ફરવાની ઉજવણી થઇ રહી હતી. ભારતની કૂટનીતિક ચેનલોના માધ્યમથી આન સફળતા ગણાવી હતી.

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરુવારે જ્યારે એલાન કર્યું કે શુક્રવારે અભિનંદનને પરત ભારત મોકલાવમાં આવ્યા હતા. બીજી તરફ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બે શહીદોના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    આવી સ્થિતિ વચ્ચે સીમા ઉપર રહેનારા લોકોની જિંદગી બદલાઇ ગઈ હતી. આકિબ હુસેન જણાવે છે કે મે હેલિકોપ્ટરને જોયું જેમાં આગ લાગેલી હતી. જે થોડા જ સમયમાં નીચે પડ્યું હતું. 12મા ધોરણમાં અભ્યાસ કરતા હુસને કહ્યું કે ધડામ અવાજની સાથે હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. મેં જોયું કે તેમાં આગ લાગી હતી.

    આ પણ વાંચોઃ-J&K: શોપિયામાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો, સુરક્ષાદળોએ પુરો વિસ્તાર ઘેર્યો

    જ્યારે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે ગામના અનેક યુવકો એ વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. હેલિકોપ્ટર આગની ઝપેટમાં આવ્યું હતું. હિલાલ અહમદે કહ્યું કે, જમીન ઉપર ધડાકો થયો અને આગની ઉંચી પલટો ઉઠવા લાગી હતી. અહમદને એ વાતની ચિંતા હતી કે ઘાટીમાં તણાવ વધી રહ્યો છે. પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. અહમદે કહ્યું કે આ દુર્ઘટના બાદ અમને લાગ્યું કે યુદ્ધ શરૂ થયું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Budgam, IAF, Indian, પુલવામા એટેક

    આગામી સમાચાર