જ્યારે એકબીજા સામે આવ્યા તો DCP પિતાએ IPS પુત્રીને ઠોકી સલામ

 • Share this:
  પોલીસની સેવામાં તેઓ પાછલા ત્રણ દશકાઓથી છે જ્યારે તેમની પુત્રીએ ચાર વર્ષ પહેલા ફોર્સ સાથે જોડાઈ છે. રવિવારે જ્યારે પિતા-પુત્ર સામ-સામે આવ્યા ત્યારે DCP પિતાએ IPS પુત્રીને સલામ ઠોકી હતી. ડેપ્યુટી કમિશ્વનર ઓફ પોલીસ એઆર ઉમામહેશ્વરા સરમાને પોતાના વરિષ્ઠ અધિકારી સિંધૂ સરમાને સલામ ઠોકીને ખુબ જ ગર્વ મહેસૂસ થયો. સિંધૂ તેલંગાનાના જગતિયાલ જિલ્લામાં પોલીસ અધ્યક્ષના રૂપમાં કાર્યરત છે.

  આવતા વર્ષે રિટાયર થવા જઈ રહેલ સરમા હાલમાં હૈદરાબાદના મલકાજગિરી વિસ્તારમાં પોલિસ કમિશ્નર પદ પર છે જ્યારે તેમની પુત્રી સિંધૂ સરમા 2014 બેન્ચની આઈપીએસ અધિકારી છે.

  રવિવારે હૈદરાબાદના બહારના કોંગાર કલાન વિસ્તારમાં આયોજિત તેલંગાના રાષ્ટ્ર સમિતિની જન બેઠક દરમિયાન ડ્યુટી કરતાં પિતા-પુત્રી સામ-સામે આવી ગયા.

  ઉમામહેશ્વરા સરમાએ કહ્યું, પ્રથમ વખત છે કે, જ્યારે અમે બંને પોતાની ડ્યુટી દરમિયાન સાથે આવ્યા છે. હું સૌભાગ્યશાળી છું કે, હું તેમની સાથે કામ કરી રહ્યો છું. ઉમામહેશ્વરા સરમાએ સબ-ઈન્સ્પેક્ટરના રૂપમાં પોતાની કારકીર્દીની શરૂઆત કરી અને હાલમાં જ તેમને આઈપીએસ રેન્કનો દરજ્જો પ્રાપ્ત થયો.

  તેમને આગળ કહ્યું, તે મારી વરિષ્ઠ અધિકારી છે. જ્યારે હું તેમને જોવું છું તો હું તેમને સલામ કરૂ છું. અમે પોત-પોતાનું કામ કરીએ છીએ અને આને લઈને ચર્ચા કરતાં નથી. જોકે, ઘરમાં અમે પિતા-પુત્રીની જેમ જ કામ કરીએ છીએ.

  જન બેઠક દરમિયાન મહિલાઓની સુરક્ષાનું જવાબદારી સંભાળનાર સિંધૂએ કહ્યું, હું ખુબ જ ખુશ છું. અમારી પાસે સાથે કામ કરવાનો ખુબ જ શાનદાર અવસર છે.
  Published by:Mujahid Tunvar
  First published: