Home /News /national-international /

જ્યારે એક બેઠક પર 1,033 ઉભા રહ્યા અને ચૂંટણી પંચે બદલવો પડ્યો હતો નિયમ!

જ્યારે એક બેઠક પર 1,033 ઉભા રહ્યા અને ચૂંટણી પંચે બદલવો પડ્યો હતો નિયમ!

ફાઇલ તસવીર

આ સંખ્યા એટલી વધારે હતી કે ચૂંટણી પંચે ચૂંટણી માટે બેલેટ પેપરના બદલે બેલેટ બુક છપાવવી પડી હતી.

    ન્યૂઝ18 ગુજરાતી : 1996માં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોડાકુરુચી બેઠક પર એક સાથે અનેક ઉમેદવારો ઉભા રહી ગયા હતા. આ સંખ્યા એટલી વધારે હતી કે ચૂંટણી પંચે ચૂંટણી માટે બેલેટ પેપરના બદલે બેલેટ બુક છપાવવી પડી હતી. આ બેઠક પરથી એ વર્ષે 1,033 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ચૂંટણી પંચે આટલા બધા ઉમેદવાર હોવા છતાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. આ માટે ચૂંટણી પંચે એક મહિના માટે ચૂંટણીને પાછળ ધકેલી દીધી હતી અને બાદમાં ચૂંટણી લડવા માટે ભરવી પડતી ડિપોઝીટની રકમ વધારી દેવામાં આવી હતી.

    આશરે 20 વર્ષ અને ચાર સામાન્ય ચૂંટણી પહેલા એક જ બેઠક પર ચૂંટણી લડવા માટે 1,033 લોકોએ ફોર્મ ભર્યું હતું. આવું કરવાનો ઉદેશ્ય ચૂંટણી પંચ અને સરકારનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો હતો. આટલા બધા ફોર્મ ભરાયા હોવા છતાં ચૂંટણી પંચે ચૂંટણી કેવી રીતે થશે તેના ડર વગર સફળતાપૂર્વક ચૂંટણી સંપન્ન કરાવી હતી.

    આવો રેકોર્ડ ફેડરેશન ઓફ ફાર્મર્સ એસોસિએશનના નામની એક સંસ્થાના વિરોધને કારણે બની ગયો હતો. તેમના સભ્યોએ નક્કી કર્યું હતું કે વધારેમાં વધારે ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખવા. જેના કારણે ચૂંટણી પંચ અને સરકારનું તેમના તરફ ધ્યાન આકર્ષિત થાય. આવું કરીને તેઓ કૃષિ તેમજ ચૂંટણી સુધારા તરફ તેમનું ધ્યાન આકર્ષિત કરવામાં માંગતા હતા.

    આ પણ વાંચો : ANALYSIS : NDA 2014નું પુનરાવર્તન કરશે તો ખતરામાં હશે કોંગ્રેસનું ભવિષ્ય

    ફેડરેશનના આદેશ સાથે જ તેમના સભ્યોએ (મોટા ભાગના ખેડૂતો હતા) ઉમેવદવારી નોંધાવવાની શરૂઆત કરી હતી. આ કૃષિ પ્રધાન વિસ્તારમાંથી આશરે 1,000 જેટલા ખેડૂતોએ ચૂંટણીમાં દાવેદારી નોંધાવી હતી. એ વખતે અનામત ન હોય તે બેઠક માટે ડિપોઝિટની રકમ 250 અને એસસી એસટી બેઠક પર ડિપોઝીટની રકમ રૂ. 120 હતી.

    1,033માંથી 1,005 પુરુષો અને 28 મહિલાઓ હતી. જોકે, આ દરમિયાન અમુક નેતાઓએ ખેડૂતોને તેમની માંગણી માનવાનું આશ્વાસન આપ્યું હતું. તેમ છતાં આ આંકડો 1,033 સુધી પહોંચી ગયો હતો.

    આ પણ વાંચો : DMKનો ચૂંટણી ઢંઢેરો: રાજીવ ગાંધી હત્યા કેસનાં કેદીઓને છોડાવીશું

    નોંધનીય છે કે નાગાલેન્ડ લોકસભા બેઠક પર વર્ષ 1996માં એક સાથે 480 ફોર્મ ભરાયા હતા. ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે ડિપોઝિટની રકમ વધારી દીધી હતી. હાલ સામાન્ય ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારે રૂ. 25 હજાર તેમજ એસસી એસટી બેઠક માટે ઉમેદવારે રૂ. 12,500 ડિપોઝિટ ભરવી પડે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ માટે આ રકમ ક્રમશ: રૂ. 10 હજાર અને પાંચ હજાર રાખવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ec, Election 2019, Lok sabha election 2019, Tamil Nadu, Vidhan Sabha

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन