Home /News /national-international /

બિચારા લુંટારાઓ: 5 કરોડની લૂંટ કરી'તી, પણ નોટબંધી આવતા વાપરી ન શક્યા!

બિચારા લુંટારાઓ: 5 કરોડની લૂંટ કરી'તી, પણ નોટબંધી આવતા વાપરી ન શક્યા!

પ્રતિકાત્મક તસવીર

યોજનાબદ્ધ રીતે લૂંટારુઓએ ટ્રેનમાંથી લૂંટ ચલાવી. લૂંટ ચલાવ્યા પછી આરોપીઓએ લૂંટના પૈસા સરખેભાગે વહેંચી લીધા હતા

    નોટબંધી પછી માત્ર સામાન્ય માણસો જ નહીં, પણ આ દેશનાં લૂટારાઓને પણ મુશ્કેલી પડી હતી. તામિલનાડુનાં ચેન્નઇમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસે પકડેલા આરોપીઓએ બે વર્ષ પહેલા ટ્રેનમાં પાંચ કરોડ રૂપિયાની લૂટં કરી હતી પણ આ લૂંટ પછીનાં થોડા જ દિવસોમાં નોટબંધી આવી જતા, તેમણે લૂંટેલા પૈસા વાપરી શક્યા નહોતા.

    પોલીસે આ કેસમાં પાંચ આરોપીને પકડ્યાં હતા અને આરોપીઓની પોલીસ કસ્ટડીનો સમય પુરો થતા, તેમને ચેન્નઇની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

    આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ લૂટાંરાઓએ 5.78 કરોડની લૂંટ તો કરી હતી હતી પણ આ લૂંટેલા પૈસા તેઓ વાપરી શક્યા નહોતા. કેમ કે, આ કારનામા પછીનાં ત્રણ મહિનામાં જ નોટબંધી આવી ગઇ હતી અને 500 અને 1000ની નોટો બંધ થઇ ગઇ હતી.

    તામિલનાડુના ક્રાઇમ બ્રાન્ચે મીડિયાને જણાવ્યું હતું કે, આરોપીઓ-એચ. મોહર સિંઘ, રુષી પારડી, મહેશ પારડી, કાલિયા અને બિલ્ત્યાને મધ્યપ્રદેશમાંથી આ લૂંટ મામલે પકડવામાં આવ્યા હતા. આ આરોપીઓએ 2016નાં વર્ષમાં સેલમ-ચેન્નઇ ઇગમોર એક્સપ્રેસમાં લૂંટ ચલાવી હતી.

    પોલીસે વધુમાં જણાવ્યું કે, સિંઘ અને તેની ગેંગનાં સભ્યો 2016માં તામિલનાડુ આવ્યા હતા અને રેલ્વે સ્ટેશન, ટ્રેનના ટ્રેક અને અન્ડરબ્રિજ નીચે રહેતા હતા.

    આ દરમિયાન તેમને બાતમી મળી કે, ચેન્નઇ-સેલમ ટ્રેન રૂટ પર રોકડ રકમની હેરફેર થઇ રહી છે. આ માટે તેમણે પહેલા રેકી કરી. આ પછી, આરોપીઓએ ચીનાસેલમ અને વિરિદ્ધાચલમ સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટ ચલાવવાનું નક્કી કર્યું. કેમ કે, આ બે સ્ટેશન વચ્ચે 45 મિનિટ સુંધી ક્યાંય ટ્રેન રોકાતી નથી.

    યોજનાબદ્ધ રીતે લૂંટારુઓએ ટ્રેનમાંથી લૂંટ ચલાવી. લૂંટ ચલાવ્યા પછી આરોપીઓએ લૂંટના પૈસા સરખેભાગે વહેંચી લીધા હતા પણ આ પૈસા તેઓ વાપરી શક્યા નહીં, કેમ કે, લૂંટ પછીનાં થોડા જ દિવસોમાં નોટબંધી આવી ગઇ.!
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Heist, Tamilnadu, Train Robbery, ચેન્નાઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन