Home /News /national-international /ભીખાઈજી કામાઃ જ્યારે પ્રથમ વખત વિદેશની ધરતી પર લહેરાયો હતો તિરંગો

ભીખાઈજી કામાઃ જ્યારે પ્રથમ વખત વિદેશની ધરતી પર લહેરાયો હતો તિરંગો

મેડમ ભીખાજી કામા

કામાએ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભારતનો ઝંડો ફરકાવ્યો હતો.

    કોઈ રાજ્ય માટે ઝંડાનું મહત્વ શું હોઈ છે તેનો અંદાજ આ દંતકથા પરથી લગાવી શકાય છે. મોહમ્મદ બિન કાસિમ અને સિંધના શાસક રાજા દાહિર વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કહેવામાં આવે છે કે દાહિરના સૈનિકોમાં એવી માન્યતા હતી કે જ્યાં સુધી તેમના રાજ્યમાં આવેલા એક મંદિર પર ઝંડો લહેરાતો રહેશે ત્યાં સુધી સૈન્ય નહીં હારે. કહેવાય છે કે કાસિમે દગો કરીને એ મંદિર પરથી ઝંડો નીચે પાડી દીધો હતો અને દાહિરનું સૈન્ય હારી ગયું હતું.

    ભીખાઈજી કામાએ જર્મનીમાં લહેરાવ્યો હતો તિરંગો

    એ વિચારવા જેવી વાત છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારતીય તિરંગાને વિદેશની ધરતી પર લહેરાવવો એ કેટલું મહત્વનું હશે? આવું પરાક્રમ એક પારસી મહિલાએ કર્યું હતું, જેનું નામ ભીખાઈજી કામા છે. તેમણે વર્ષ 1907માં જર્મનીના સ્ટુટગાર્ડમાં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભારતનો ઝંડો ફરકાવ્યો હતો.

    આવું સાહસ બતાવનાર ભીખાઈજી કામાનો જન્મ બ્રિટિશરો હસ્તકના બોમ્બેમાં એક અમીર પારસી ભીખાઈ સોરાબજી પટેલના ઘરે 24 સપ્ટેમ્બર, 1861ના દિવસે થયો હતો. ભીખાઈજી પટેલ એ સમયે પારસી સમાજમાં જાણીતું નામ હતું. ભીખાઈજી કામાએ પોતાનો અભ્યાસ એલેક્ઝેન્ડ્રા નેટિવ ગર્લ્સ ઇંગ્લિશ ઈન્સ્ટીટ્યૂસનમાંથી કર્યો હતો. 1885માં રુસ્તમ કામા સાથે લગ્ન કર્યા. રુસ્તમ બ્રિટિશ સમર્થક વકીલ હતા, જે આગળ જઈને નેતા બનવા માગતા હતા. તેના આવા વિચારોને કારણે તેમની અને ભીખાઈજીની વાત જામી નહીં. તે મોટા ભાગનો સમય સામાજિક કામમાં પસાર કરતા હતા.

    1896માં એ સમયે બોમ્બેમાં પ્લેગની બીમારીનો પ્રકોપ ફેલાયો હતો. પીડિતોની સેવા દરમિયાન ભીખાઈજી ખુદ આ બીમારીની સપડાઈ ગયા હતા. તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બાદમાં વધુ સારી સારવાર માટે તેમને બ્રિટન મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેઓ ભારતીય રાષ્ટ્રવાદી શ્યામજી કૃષ્મ વર્માના સંપર્કમાં આવ્યા હતા. એ વખતે શ્યામજી કૃષ્ણ વર્મા બ્રિટનમાં ભારતીય સમાજમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા.

    ભાખીજી કામાએ લહેરાવ્યો હતો તે ભારતીય ઝંડો


    જ્યારે જર્મનીમાં લહેરાવ્યો તિરંગો

    અમુક વર્ષો પછી ભીખાઈજીની જિંદગીમાં એ ક્ષણ આવી જેને આજ દિવસ સુધી યાદ કરવામાં આવે છે. 22 ઓગસ્ટ 1907ના રોજ દુનિયાભરની સોશિયાલિસ્ટ પાર્ટીઓના પ્રતિનિધિઓ સ્ટુટગાર્ડમાં એકઠા થયા હતા. ભીખાઈજી કામાએ ભારતમાં પડેલા દુષ્કાળની પરિસ્થિતિ વિશે બધાને વાકેફ કર્યા હતા. તેમણે માનવાધિકારો, સમાનતા અને બ્રિટનથી આઝાદીની પોકાર સાથે દુનિયાભરના મોટા સમાજવાદી નેતાઓ સામે ભારતીય ઝંડો લહેરાવ્યો હતો. ભીખાઈજી કામાના આ સાહસની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા અને કામા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એ ભારતીય ઝંડાને હાલના ભારતીય તિરંગાની આધારશીલા તરીકે પણ જોવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Tricolor

    विज्ञापन
    विज्ञापन