Home /News /national-international /જ્યારે બાબા રામદેવે કુશ્તીમાં ઓલિમ્પિક ચેમ્પિયનને 12-0થી હરાવી દીધો હતો

જ્યારે બાબા રામદેવે કુશ્તીમાં ઓલિમ્પિક ચેમ્પિયનને 12-0થી હરાવી દીધો હતો

બાબા રામદેવ અને આંદ્રેની વચ્ચે થયેલી કુસ્તી (ફાઇલ ફોટો)

બાબા રામદેવનો મુકાબલો 2008 ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા સ્ટડનિકની સાથે થયો હતો, તેઓ એક પ્રોફેશનલ રેસલરની જેમ મુકાબલામાં લડ્યા હતા

યોગ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ બાબા રામદેવ ગયા વર્ષે પતંજલિ પાવરવિટા પ્રો. રેસલિંગ લીગના પ્રમોશન માટે વર્ષ 2008 ઓલિમ્પિકના સિલ્વર મેડલિસ્ટ આંદ્રે સ્ટેડનિક સામે મુકાબલો કર્યો હતો. આ મુકાબલમાં તેમને વિદેશી પહેલવાન આંદ્રે સ્ટડનિકને 12-0થી હરાવી દીધો હતો.

આ તસવીર ગયા વર્ષે દિલ્હીમાં ચાલી રહેલી પ્રો. રેસલિંગ લીગની છે. જ્યારે મેચમાં યોગગુરુ બાબા રામદેવ પહોંચ્યા અને સીધા રિંગમાં ઉતરી ગયા. આ દરમિયાન બાબા રામદેવનો મુકાબલો 2008 ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા સ્ટડનિકની સાથે થયો હતો. આ મેચમાં બાબા રામદેવ એક પ્રોફેશનલ રેસલરની જેમ મુકાબલામાં લડ્યા હતા.

આ પણ વાંચો, બાબા રામદેવની પતંજલિ હવે વેચશે દૂધ અને દહી, પાંચ નવી પ્રોડક્ટ કરી લોન્ચ

રામદેવે 12-0થી સ્ટેડનિકને હરાવી દીધો હતો. જ્યારે બાબા રામદેવે આંદ્રેને હરાવ્યો તો સ્ટેડિયમમાં ભારત માતા કી જયના નારા ગૂંજવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેડનિકે વર્ષ 2008માં બિજિંગ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન સુશીલ કુમારને હરાવી દીધો હતો.

First published:

Tags: Wrestling, પતંજલી, બાબા રામદેવ, યોગ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો