Home /News /national-international /

જ્યારે પાકિસ્તાનથી પાયલટને છોડાવી લાવ્યું હતું ભારત...

જ્યારે પાકિસ્તાનથી પાયલટને છોડાવી લાવ્યું હતું ભારત...

જી પાર્થસારથી (ફાઇલ ફોટો)

1999ના કારગિલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનથી પોતાના એક પાયલટને મુક્ત કરવ્યા હતા

    ઐશ્વર્ય કુમાર

    1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ફ્લાઇટ લેફ્ટેનન્ટ નચિકેતા મિગ-27 ફાઇટર પ્લેન ઉડાવી રહ્યા હતા. જ્યારે તેઓ પાકિસ્તાની પોસ્ટ પર નિશાન લગાવી રહ્યા હતા ત્યારે ટેકનિકલ ખામીના કારણે તેમને પ્લેન છોડવું પડ્યું. ત્યારબાદ 26 વર્ષીય નચિકેતાને પાકિસ્તાની સૈનિકોએ ઘેરી લીધા. ત્યારબાદ જે થયું તેને ભારતીય કૂટનીતિનો સૌથી સફળ કિસ્સો ગણવામાં આવે છે. તેમને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાના કર્ણધાર પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત જી પાર્થસારથી હતા, તેમણે જ વાતચીત કરી હતી.

    ન્યૂઝ18ને તેઓએ આ ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી આપી. તેઓએ જણાવ્યું કે, મને વિદેશ મંત્રાલય તરફથી ફોન આવ્યો કે ત્યાંથી પોતાના પાયલટ લઈને જાઓ. તેઓએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે નચિકેતાની મુક્તિની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયની ઓફિસ જિન્ના રોડ હતો એન ત્યાં પાકિસ્તાની અધિકારી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. પરંતુ મેં ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી દીધી.

    તેઓએ આગળ જણાવ્યું કે પાકિસ્તાને આ વિશે ઘણો હોબાળો કર્યો અને કહ્યું કે તેઓ મોટું મન રાખીને તેને મુક્ત કરી રહ્યા છે.

    ત્યારે પાર્થસારથીએ કહ્યુ, 'મેં સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. મેં તેમને સ્પષ્ટ કરી દીધું કે વિદેશ મંત્રાલયની ઓફિસમાં એટલા માટે નથી આવી રહ્યા કારણ કે તમે ભારતીય વાયુસેનાના પાયલટની મજાક બનાવો. તેથી તેઓ હલી ગયા.'

    પાર્થસારથીએ પાકિસ્તાનના અધિકારીઓને જણાવ્યું કે જીનેવા સમજૂતી મુજબ પાયલટને ભારતને સોંપવાની જવાબદારી પાકિસ્તાનની હતી. જીનેવા સમજૂતીમાં અનેક સંધીઓ અને પ્રોટોકલ સામેલ છે જે યુદ્ધ દરમિયાન માનવીય વ્યવહાર કરવાની વાત કહે છે.

    આ પણ વાંચો, Surgical Strike 2.0 : આંખોમાં ધૂળ નાખીને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન

    પાર્થસારથી અનુસાર, તેઓએ તે સાંજે પાયલટને મને સોંપી દીધો. બીજા દિવસે સવારે અમે લોકો વાઘા બોર્ડરથી ઘરે ગયા. તેઓએ આગળ કહ્યું કે ભારતીય પાયલટની મજાક કરીને પાકિસ્તાન પ્રોપગેન્ડ કરવા માગતા હતા.

    હવે 20 વર્ષ ઠીક એવી જ સ્થિતિ સામે આવી છે.

    વિદેશ મંત્રાલયે પોતાની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે બુધવાર સવારે પાકિસ્તાની ફાઇટર પ્લેનથી એન્ગેજમેન્ટ દરમિયાન ભારતે એક ફાઇટર જેટને ગુમાવી દીધું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ફાઇટર પ્લેનમાં સવાર પાયલટ ગુમ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે તે તેમની કસ્ટડીમાં છે. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ.

    આ પણ વાંચો, જાણો, કેવી રીતે બની શકાય છે Air Forceમાં પાયલટ

    પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો હતો કે બે ભારતીય પાયલટને જીતવા પકડ્યા છે. તેઓએ કહ્યું કે એક પાયલટ ઘાયલ છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Indian Air Force, Pilot, Surgical strike, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર