Coronavirus News : ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગર્ભવતી થઈ મહિલાઓ, તંત્રના ઉડી ગયા હોશ, અહીં જાણો આખો કિસ્સો
Coronavirus News : ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગર્ભવતી થઈ મહિલાઓ, તંત્રના ઉડી ગયા હોશ, અહીં જાણો આખો કિસ્સો
આ વાતના કારણે ઝારખંડ તેમજ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો (પ્રતિકાત્મક તસવીર)
jharkhand news - મહિલાઓ ગર્ભવતી બની તેના વાત સામે આવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો કે ક્વોરન્ટાઇન સેન્ટરમાં અને જેલમાં રહેલી આ મહિલાઓ કેવી રીતે ગર્ભવતી બની?
Coronavirus Pandemic News: ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant)ફેલાવાના કારણે ભારત (India)સહિત આખી દુનિયામાં ભયનો માહોલ સર્જાયો છે. આ વેરિયન્ટના (Coronavirus variant)કારણે ચેપનો વ્યાપ સતત વધી રહ્યો છે અને ઘણા લોકો તેમાં સપડાયા છે. જોખમ વધી જતાં સરકારે (Government)લોકોને જરૂર ન હોય તો યાત્રા ન કરવાની સલાહ આપી છે.
સંક્રમણ વધવાની દહેશતના પગલે રાજ્ય સ્તરે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે. શંકાસ્પદ લોકોને ત્યાં રાખવા માટે ક્વોરન્ટાઇન સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાથે જ ક્વોરન્ટાઇન સેન્ટર સાથે સંબંધિત ઘટનાઓ પણ યાદ આવવા લાગી છે. આવી જ એક ઘટના તબલિગી જમાત સાથે સંબંધિત છે. તબલિગી જમાતની 3 મહિલાઓ ક્વોરન્ટાઇન સેન્ટર અને જેલમાં હતી, ત્યારે ગર્ભવતી (Pregnant) હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એપિડેમિક એક્ટ હેઠળ કોરોના સંક્રમણ ફેલાવવા બદલ તબલિગી જમાત સાથે સંબંધિત લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ હતા. તેમને પહેલા સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં જેલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તબલિગી જમાતની 3 મહિલાઓ ગર્ભવતી હોવાની વાત સામે આવી હતી. આ વાતના કારણે ઝારખંડ તેમજ દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ક્વોરન્ટાઇન સેન્ટર અને જેલમાં સેક્સ માણ્યું હોવાની વાતથી બધા ચોંકી ગયા હતા. આ ઘટનામાં પોલીસ, વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, જેલ અધિકારીઓ સહિતના બધાએ હાથ ઊંચા કરી દીધા હતા.
ક્વોરન્ટાઇન સેન્ટર -જેલમાં કઈ રીતે ગર્ભવતી થઈ મહિલાઓ?
મહિલાઓ ગર્ભવતી બની તેના વાત સામે આવ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો કે ક્વોરન્ટાઇન સેન્ટરમાં અને જેલમાં રહેલી આ મહિલાઓ કેવી રીતે ગર્ભવતી બની? પોલીસ, વહીવટીતંત્ર અને જેલ ઓથોરિટીની કડક દેખરેખ હેઠળ હોવા છતાં મહિલાઓ ગર્ભવતી બની હતી. ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. કેટલાક લોકોએ તેને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોજ મજાનું પરિણામ ગણાવ્યું હતું તો કેટલાકે તેને મહામારીના કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું
જમાતીઓ હિંદપીઢીમાં આવેલી મોટી મસ્જિદમાંથી પકડાયા હતા
ઝારખંડમાં રાંચીમાં હિંદપીઢીની મોટી મસ્જિદમાંથી તબલિગી જમાત સાથે સંકળાયેલા 17 વિદેશી મૌલવીઓ પકડાયા હતા. તેમાંથી 3 મહિલાઓ હતી. ત્યારબાદ કોરોના સંક્રમણના જોખમોને ધ્યાનમાં રાખીને તે બધાને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ 3 મહિલાઓ ગર્ભવતી મળી આવી હતી.
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલાઓ જેલમાં નહીં પરંતુ રાંચીના ખેલગાંવ ખાતેના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગર્ભવતી હતી. સેન્ટરમાં સોશિયલ ડિસ્ટન્સના કડક કાયદાઓ તોડીને આ મહિલાઓએ સેક્સ માણ્યું હતું. પરિણામે આ સ્ત્રીઓ ગર્ભવતી બની ગઈ હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર