હકીકતમાં જોઈએ તો, ભારતીય ફોરેસ્ટ સર્વિસના અધિકારી પરવીન કસ્વાંએ વર્ષ 1987ના એક બિલની કોપી ટ્વિટર પર શેર કરી છે. તેમાં એક કિલો ઘઉંની કિંમત 1.6 રૂપિયા લખેલી છે.
મોંઘવારીના કારણે ઘઉંની કિંમત આકાશે આંબી રહી છે. શું આપને ખબર છે કે, આજથી 35 વર્ષ પહેલા ઘઉંની કિંમત શું હતી. કદાચ નહીં જાણતા હોવ. આપને જણાવી દઈએ કે, ત્યારે અને અત્યારે જમીન આસમાનનો ફરક આવી ચુક્યો છે. ત્યારે જ્યાં એક કિલો ઘઉં માટે મામૂલી રૂપિયા ચુકવવા પડતા હતાં, અને હવે તેના માટે 13 ગણી વધારે કિંમત ચુકવવી પડે છે. તો આવો જાણીએ સાચી કિંમત શું છે.
હકીકતમાં જોઈએ તો, ભારતીય ફોરેસ્ટ સર્વિસના અધિકારી પરવીન કસ્વાંએ વર્ષ 1987ના એક બિલની કોપી ટ્વિટર પર શેર કરી છે. તેમાં એક કિલો ઘઉંની કિંમત 1.6 રૂપિયા લખેલી છે. તેમની આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. આપને જણાવી દઈએ કે, પરવીન કસ્વાએ પોતાના દાદાનું જે ફોર્મ શેર કર્યું છે. જે ભારતીય ખાદ્ય નિગમને વેચવામાં આવેલી વસ્તુનું બિલ છે. જે ફોર્મ અનાજ મંડીમાં ખેડૂતોની કૃષિ ઉપજના વેચાણની રસીદ છે. પહેલા જ્યારે પણ લોકો મંડીમાં પોતાની ઉપજ વેચવા જતાં હતા, ત્યારે તેમને આવી રસીદ આપવામાં આવતી હતી. ત્યારે તેને પાક્કી રસીદ કહેવાતી હતી.
Time when wheat used to be at 1.6 rupees per kg. The wheat crop my grandfather sold in 1987 to Food Corporation of India. pic.twitter.com/kArySiSTj4
આઈએફએસ અધિકારીએ એક ટ્વિટના જવાબમાં લખ્યું છે કે, જ્યારે ઘઉં 1.6 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા. મારા દાદાજીએ 1987માં ભારતીય ખાધ્ય નિગમને આ ઘઉં વેચ્યા હતા. તેમણે જણાવ્યું છે કે, તેમના દાદાજીએ તમામ રેકોર્ડ સંભાળીને રાખ્યા છે. આ જ કારણે હાલમાં પણ તેમની સાથે બધું સુરક્ષિત છે. તેમના સંગ્રહમાં 40 વર્ષ પહેલા વેચેલા માલના દસ્તાવેજો પડ્યા છે. જે કોઈ પણ વ્યક્તિ ઘરે જ અધ્યયન કરી શકે છે.
46 હજાર લોકોએ જોયું
અધિકારીનું આ ટ્વિટ શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોએ તેને જોયું છે. 735થી વધારે લાઈક અને કમેન્ટ મળી ચુક્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, આને પોસ્ટ કરવા બદલ ધન્યવાદ સર. મેં આજે પહેલી વાર જે ફોર્મ વિશે વાંચ્યું. એક અન્ય યુઝર્સે લખ્યું કે, 1987માં સોનાના ભાવ 2570 રૂપિયા હતા. એટલા માટે આજની મોંઘવારીમાં સોનાના ભાવ અનુસાર, ઘઉંની કિંમત 20 ગણી વધારે હતી. એક અન્ય યુઝર્સે વખાણ કરતા લખ્યું છે કે, કમાલ છે સાહેબ, ત્યારે વૃદ્ધો લોકો ખર્ચ કરેલા એક એક રૂપિયાનો હિસાબ રાખતા હતા. ત્યાં સુધી કે જે પાક વેચે છે, તેનો પણ રેકોર્ડ સંભાળીને રાખતા હતા. આજના લોકોએ આ શિખવું જોઈએ.
જોઈ લો આજે શું છે ભાવ
ઘઉંની આજની કિંમતની વાત કરીએ તો, સરકારે નક્કી કરેલા દર પર ભારતીય ખાદ્ય નિગમ ઘઉં ખરીદે છે. 21 રૂપિયા 25 પૈસા પ્રતિ કિલો. આ હિસાબે જોઈએ તો, હાલમાં ઘઉં કિંમતના આધાર પર 35 વર્ષ પહેલાની કિંમત કરતા ઘઉં 13.25 ગણા વધારે મોંઘા થયા. તો વળી ખાનગી દુકાનની વાત કરીએ તો, બજારમાં હાલમાં ઘઉંની કિંમતમાં આગ લાગેલી છે. ક્યાંક ક્યાંક તો તે 35 રૂપિયે કિલો વેચાય છે. તેથી જોઈએ તો, તે 21 ગણી વધારે કિંમત થઈ ચુકી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર