Home /News /national-international /

ફેક ન્યૂઝને રોકવા રોકેટ સાયન્સની જરૂર નથી: વોટ્સએપ પર વરસ્યા રવિશંકર પ્રસાદ

ફેક ન્યૂઝને રોકવા રોકેટ સાયન્સની જરૂર નથી: વોટ્સએપ પર વરસ્યા રવિશંકર પ્રસાદ

    Whatsapp પર ફેલાઈ રહેલી અફવાઓના કારણે મોબ લિંચિંગની વધી રહેલી ઘટનાઓ પર યુનિયન ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જાણકારી આપી કે, સોશિયલ મીડિયા સાઈટ્સની જવાબદારી છે કે, તે ફેક ન્યૂઝ માહિતી ફેલાવવાનો માધ્યમ ના બને. પ્રસાદે કહ્યું, 'કોઈ ચોક્કસ સમયે વિશેષ વિસ્તારમાં કોઈ ખાસ મુદ્દા સાથે જોડાયેલ મુદ્દાના મેસેજના મોટા પ્રમાણમાં આદાન-પ્રદાનને વેરિફાય કરવા કોઈ રોકેટ સાયન્સની જરૂરત નથી.'

    તેમને કહ્યું કે, ભારત Whatsapp માટે દુનિયાના સૌથી મોટા બજારોમાંથી એક છે. Whatsappના યૂઝર્સ દુનિયાભરમાં છે. તેથી Whatsapp માટે જરૂરી છે કે, લોકોને સુરક્ષાત્મક પાસા પર પણ વોટ્સએપને ધ્યાન આપવું જોઈએ. આઈટી મંત્રાલયને વોટ્સએપે આના પર જવાબ આપીને આશ્વસન આપ્યું છે કે, અફવાઓને કાબૂ કરવા માટે ઉચિત નિયામક નક્કી કરવામાં આવશે અને આ બાબતમાં શિક્ષણવિદોની પણ મદદ લેવામાં આવશે.

    3 જૂલાઈએ આઈટી મંત્રાલયને મોકલેલ લેટરમાં WhatsAppએ લખ્યું છે કે, તેઓ લોકોને તે જાણકારીથી માહિતગાર કરાવી રહ્યાં છીએ જેમાં લોકો સુરક્ષિત રહી શકે. તે ઉપરાંત તેઓ ગ્રુપ ચેટમાં પણ ફેરફાર કરી રહ્યાં છે, જેથી ફેક મેસેજને ફેલાવાથી રોકી શકાય. આ બાબતે વોટ્સએપે જવાબ આપ્યો છે કે, કંપનીએ કહ્યું છે કે, તેના પ્લેટફોર્મ દ્વારા આ મેસેજને રોકવા એક પડકાર સમાન છે અને તે માટે તેમના વચ્ચે અને ભારત સરકાર વચ્ચે પાર્ટનરશિપની જરૂરત છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Ravi shankar prasad, Whatsapp

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन