ભારતમાં ફેક મેસેજ રોકાશે કે નહી, વોટ્સઅપે ભારત સરકારને આપ્યો જવાબ

News18 Gujarati
Updated: July 4, 2018, 6:05 PM IST
ભારતમાં ફેક મેસેજ રોકાશે કે નહી, વોટ્સઅપે ભારત સરકારને આપ્યો જવાબ

  • Share this:
પાછલા દિવસોમાં ભારત સરકારે Whatsappથી તેની એપ્લિકેશન દ્વારા ફેલાવવામાં આવતી ફેક ન્યૂઝ રોકવા આદેશ આપ્યો છે. જોકે, વોટ્સપે પણ સરકારના આદેશના જવાબમાં કહ્યું છે કે, આવા ફેક મેસેજને રોકવા પડકારજનક છે . કંપનીએ કહ્યું છે કે, તેના પ્લેટફોર્મ દ્વારા આ મેસેજને રોકવા મુશ્કેલ કામ છે અને આ માટે તેમની અને ભારત સરકાર વચ્ચે પાર્ટનરશીપની જરૂરત છે.

3 જુલાઈએ આઈટી મંત્રાલયને મોકલેલ લેટરમાં વોટ્સએપે લખ્યું છે કે, "તેઓ લોકોને તેની જાણકારી આપી રહ્યાં છે જેનાથી તેઓ સુરક્ષિત રહી શકે." તે ઉપરાંત તેઓ ગ્રુપ ચેટમાં પણ ફેરફાર કરી રહ્યાં છે જેથી ફેક મેસેજને ફેલાવાથી રોકવામાં આવી શકે.

ફેસબુક કરી રહ્યું છે નવું લેબલ ટેસ્ટ

વોટ્સએપે કહ્યું છે કે, તેઓ ભારતમાં લાંબા સમય સુધી પબ્લિક સેફ્ટી કેમ્પેન ચલાવવા માંગે છે અને તે માટે તેઓ પાછલા કેટલાક સમયથી 'ન્યૂ લેબલ ટેસ્ટ' કરી રહ્યાં છે. આ લેવલ બતાવે છે કે, યૂઝરે ક્યારે મેસેજ ફોરવર્ડ કર્યો અને ક્યારે શું લખ્યું. આના દ્વારા જે યૂઝર્સને મેસેજ મોકલવામાં આવ્યો છે તેને ખબર પડી જશે કે, તે જે કન્ટેન્ટ વાંચી રહ્યો છે તે સામાવાળાએ લખ્યો છે કે, કોઈ અફવા ફેલાવવા માટે ડાયરેક ફોરવર્ડ કરી દેવામાં આવ્યો છે. તેમને લખ્યું છે કે, આ ફિચર ટૂંક સમયમાં જ લોન્ચ કરવા જઈ રહ્યાં છે.

અફવાના કારણે 30 લોકો ગુમાવી ચૂક્યા છે પોતાનો જીવ

મીડિયા રિપોર્ટ અનુસાર, પાછલા દિવસોમાં WhatsApp દ્વારા બાળક ચોરની અફવા ચાલી હતી, આ અફવાને લઈને અત્યાર સુધી 30 લોકોને બાળક ચોર સમજીને મારી નાંખવામાં આવ્યા છે. આ અફવાને લઈને આખા દેશનો માહોલ ભયાનક થઈ ગયો છે. ભારતમાં વોટ્સએપનો ઉપયોગ લગભગ 20 કરોડથી વધારે લોકો કરી રહ્યાં છે. એવામાં ફેક મેસેજ અને વીડિયોએ પહેલાથી જ ડેટા પ્રાઈવેસીને લઈને ચાલી રહેલ વિવાદમાં પેરેન્ટ કંપની ફેસબુક કફોડી સ્થિતિમાં છે.ફેક ન્યૂઝ રોકવા માટે વોટ્સએપ તૈયાર કરી રહ્યું છે રણનીતિ

વોટ્સએપે કહ્યું, "અમે લોકોને નિયમિત રીતે જણાવી રહ્યાં છીએ કે, ઓનલાઈન સુરક્ષિત કેવી રીતે રહેવું. ઉદાહરણના રૂપે અમે પ્રતિદિવસે જણાવીએ છીએ કે, ફેક ન્યૂઝને કેવી રીતે ઓળખવી. સાથે અમે ટૂંક સમયમાં જ આ બાબતે એજ્યુકેશન મટેરિયલ ઉપલબ્ધ કરાવીશું. આ વર્ષે અમે પ્રથમ વખત ફેક્ટ ચેકિંગ સંગઠન સાથે કામ કરવાનું શરૂ કર્યું છે જેથી અફવાઓ અને ફેક ન્યૂઝને ફેલાવાથી રોકી શકાય. દાખલા તરીકે અમે આના માટે મેક્સિકો પ્રેસીડેન્શિયલ ઈલેક્શન માટે કામ કર્યું હતું. આ દરમિયાન ઈલેક્શન સાથે જોડાયેલ માહિતીને લઈને યૂઝર્સે હજારો ફેક મેસેજ મોકલ્યા હતા. આના જવાબમાં અમે યૂઝર્સને સાચી જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, શું ખોટું છે અને શું સાચું છે. અમે બ્રાઝીલમાં પણ આ પ્રોગ્રામ પર 24 ન્યૂઝ કંપનીઓ સાથે કામ કરી રહ્યાં છે, આશા છે કે આ બંને મામલાઓમાંથી અમને જે શીખ મળી છે તેને અમે ભારતમાં ઉપયોગ કરતાં ફેક ન્યૂઝ રોકી શકીશું."
First published: July 4, 2018, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading