યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકીનો વોટ્સએપ મેસેજ, તપાસમાં લાગી STF ટીમ

કડક સુરક્ષા ઘેરામાં રહેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

કડક સુરક્ષા ઘેરામાં રહેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

 • Share this:
  લખનઉઃ ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)ની પાસે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ને જીવથી મારી નાખવાની ધમકીવાળો મેસેજ (Threat Message) આવ્યો છે. UP 112ના હેલ્પડેસ્કના વોટ્સએપ નંબર (Whatsapp Number) પર ધમકીભર્યો આ મેસેજ આવ્યો છે. તેમાં CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી છે. મામલાની લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. બીજી તરફ, ફરિયાદ નોંધાયા બાદ કેસની તપાસ યૂપી એસટીએફને સોંપવામાં આવી છે.

  જાણવા મળ્યું છે કે 8828453350 મોબાઇલ નંબર ઉપરથી આ ધમકીવાળો મેસેજ આવ્યો છે. અજાણી વ્યક્તિ અને મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરી ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળ્યું છે 21 મેની રાત્રે 12:32 વાગ્યે આ ધમકીભર્યો વોટ્સએપ મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું કે, CM યોગીને બોમ્બથી મારવાનો છું, મુસલમાનોની જાનનો દુશ્મન છે તે. તેની પ્રારંભિક તપાસ બાદ ઇન્સપેક્ટર ગોમતીનગર તરફથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આઈપીસીની કલમ 505 (1)(b),506 અને 507 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળ્યો ‘ભેદી પ્રકાશ’, લોકોને એલિયન હોવાની આશંકા


  કડક સુરક્ષા ઘેરામાં રહે છે યોગી

  યોગી આદિત્યનાથ કડક સુરક્ષા ઘેરામાં રહે છે. તેમની સુરક્ષામાં ચોવીસ કલાક કમાન્ડો તૈનાત રહે છે. યોગી આદિત્યનાથ જ્યારે સાંસદ હતા, ત્યારે પણ તેમની સુરક્ષા ખૂબ કડક હતી. તે હંમેશા વિશેષ સુરક્ષા ઘેરામાં જ રહ્યા છે. તેમ છતાંય ધમકીભર્યા આ મેસેજને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

  (ઇનપુટઃ ઋષણમિણ ત્રિપાઠી)

  આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!
  Published by:Mrunal Bhojak
  First published: