ભારત સહિત 20 દેશોના અધિકારીઓના વૉટ્સઍપની જાસૂસી કરવામાં આવી : રિપોર્ટ

News18 Gujarati
Updated: November 1, 2019, 10:40 AM IST
ભારત સહિત 20 દેશોના અધિકારીઓના વૉટ્સઍપની જાસૂસી કરવામાં આવી : રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

મેસેજિંગ કંપની સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે યૂઝરના ફોનને હૅક કરવા માટે Facebook Inc's WhatsAppનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ્લિકેશન વૉટ્સઍપ (Whatsapp)ના ખુલાસા પછી પ્રાઇવસીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. વૉટ્સઍપની જાસૂસીની તપાસ કરી રહેલા અધિકારીએ દાવો કર્યો છે કે આ વર્ષની શરૂઆતમાં જ હૅકિંગ સોફ્ટવેરની મદદથી અમેરિકામાંથી અનેક દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓની જાસૂસી કરવામાં આવી રહી હતી. મેસેજિંગ કંપની સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે યૂઝરના ફોનને હૅક કરવા માટે Facebook Inc's WhatsAppનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વૉટ્સઍપની આંતરિક તપાસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે હૅકર્સના નિશાના પર હાઇ-પ્રોફાઇલ સરકાર અને પાંચ મહાદ્વીપોના સૈન્ય અધિકારીઓ સામેલ હતા. તેમણે કહ્યું કે તેમાં અમેરિકા સાથે જોડાયેલા સહયોગી દેશ પણ સામેલ હતા. નોંધનીય છે કે મંગળવારે વૉટ્સઍપની પેરેન્ટ કંપનીએ ફેસબુક તરફથી ઇઝરાયેલની સાઇબર સિક્યોરિટી કંપની એનએસઓ પર હૅકિંગનો આરોપ લગાવીને કેસ દાખલ કરી દીધો છે.

આ પણ વાંચો : WhatsApp જાસૂસીનો શિકાર કોણ કોણ બન્યું? સરકારે ચાર દિવસમાં જવાબ માંગ્યો

શું છે આખો મામલો?

કંપની પર આરોપ છે કે હૅકર્સે વૉટ્સઍપના સર્વરની ઉપયોગ કરીને 29મી એપ્રિલ, 2019થી 10 મે, 2019 વચ્ચે આશરે 1400 વૉટ્સએપ યૂઝરના મોબાઇલ ફોન પર માલવેર અટેક કર્યો હતો. જેના માધ્યમથી જાસૂસી કરવામાં આવી હતી. જેમાં 20 દેશના પત્રકારો, સરકારના ઉચ્ચ અધિકારીઓ અને માનવાધિકાર કાર્યકરો સામેલ છે. હૅક કરવામાં આવેલા યૂઝરોની સંખ્યા વધી શકે છે. જોકે, હજી સુધી એવું સ્પષ્ટ નથી થયું કે એધિકારીઓના ફોનને હૅક કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કોણે કર્યો હતો. એનએસઓનું કહેવું છે કે તે પોતાના સ્પાઈવેરને ખાસ કરીને સરકારી કંપનીઓને વેચે છે.

આ દેશોમાં જાસૂસી થઈતપાસમાં માલુમ પડ્યું છે કે જે દેશોના યૂઝરોની જાસૂસી કરવામાં આવી હતી તેમાં અમેરિકા, UAE, બેહરીન, મેક્સિકો, પાકિસ્તાન અને ભારત સામેલ છે.

ભારતમાં ઓછામાં ઓછા 10 માનવાધિકાર કાર્યકરોની જાસૂસી થઈ

ભારતમાં ઓછામાં ઓછા 10 માનવાધિકાર કાર્યકરોએ વોટ્સઍપના માધ્યમથી તેમની જાસૂસી થયાની વાત સ્વીકારી છે. 'હફિંગટન પોસ્ટ' અને 'સ્ક્રોલ ડોટ'ના સમાચાર પ્રમાણે આમાં ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરવામાં આવેલા બે માનવાધિકાર કાર્યકરોના વકીલ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઉપરાંત મહારાષ્ટ્ર અને છત્તીસગઢના અમુક દલિત માનવાધિકાર કાર્યકરો પણ જાસૂસીનો શિકાર બન્યા છે.
First published: November 1, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading