Home /News /national-international /WhatsApp Ban: વોટ્સએપે ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ

WhatsApp Ban: વોટ્સએપે ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ

ફાઇલ તસવીર

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ઓક્ટોબરમાં ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું નવા IT નિયમો 2021 હેઠળ લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાનો છે.

    નવી દિલ્હીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ઓક્ટોબરમાં ભારતમાં 23 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા IT નિયમો 2021 અંતર્ગત આ નિર્મય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાનો છે. કંપનીએ જણાવ્યું હતુ કે, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે 23,24,000 વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમાંથી 8,11,000 એકાઉન્ટ સક્રિય રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

    વોટ્સએપ 400 મિલિયનથી વધુ ઉપયોગકર્તાઓ સાથે વોટ્સએપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ જવાબદારીઓ અંગે સંશોધન કરવા માટે આ નવા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

    શા માટે એકાઉન્ટ્સ બંધ કર્યા?


    વોટ્સએપને ભારતમાં ઓક્ટોબરમાં 701 ફરિયાદના અહેવાલો મળ્યા હતા. તેમાંથી 34માં તો કાર્યવાહીનો રેકોર્ડ છે. આ મામલે વોટ્સએપના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ‘આઈટી નિયમો 2021 મુજબ, અમે ઓક્ટોબર 2022 મહિના માટે અમારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તાજેતરના માસિક અહેવાલમાં નોંધાયા મુજબ, વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં 2.3 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.’

    એડવાન્સ્ડ આઇટી નિયમો 2021 હેઠળ, 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માસિક અનુપાલન અહેવાલ પ્રકાશિત કરવા પડશે. આ દરમિયાન ખુલ્લા, સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ તરફના પગલામાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 'ડિજિટલ સિટિઝન'ના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી કેટલાક સુધારાની સૂચના આપી છે.


    સપ્ટેમ્બરમાં 26.85 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ


    મેટાની માલિકીની વોટ્સએપ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ આવે તે પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ ઓગસ્ટમાં 23.28 લાખથી વધુ ખાતાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા વધુ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Whatsapp, WhatsApp News

    विज्ञापन
    विज्ञापन