જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બની શકે તો, રામ મંદિર કેમ નહીં?: RSSએ મોદી સરકાર પર 'દબાણ' કર્યું

News18 Gujarati
Updated: December 3, 2018, 11:18 AM IST
જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બની શકે તો, રામ મંદિર કેમ નહીં?: RSSએ મોદી સરકાર પર 'દબાણ' કર્યું
બાબરી મસ્જિદ (ફાઇલ તસવીર)

હોંસબોલેએ એમ પણ કહ્યુ કે, તત્કાલિક વડાપ્રધાન નરસિંમા રાવે કહ્યું હતુ કે, ચો મંદિરનાં પ્રાચીન અવશેષો અહીંયા મળશે તો અહીંયા રામ મંદિર માટે જગ્યા આપવામાં આવશે. ખોદકામ કરતા અહીંથી અવશેષો મળ્યા હતા

  • Share this:
સંઘ પરિવારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાંકતા કહ્યું કે, જો ગુજરાતમાં તમે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી શક્તા હોય તો અયોધ્યામાં રામ મંદિર કેમ ન બનાવી શકો ? રાષ્ટ્રિય સ્વંયમ સેવક સંઘનાં નેતાએ આ સવાલ ઉઠાવ્યો છે. દત્તાત્રેય હોંસબોલેએ કહ્યું કે, શા માટે કાયદો પસાર કરીને રામ મંદિર બનાવી ન શકાય ? સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી માટે એક વિશેષ બેંચ બનાવવામાં આવી છે. પણ આ મુદ્દો પડતર જ રહ્યો છે અને કોઇ નિર્ણય આવ્યો નથી.

રવિવારે મુંબઇમાં વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા યોજાયેલી એક સભામાં બોલતી વખતે હોંસબોલેએ આ વાત કરી હતી.  અત્રે એ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરનાં રોજ નર્મદા નદીનાં કાંઠે સરદાર પટેલનું 182 મીટર ઊંચા સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યુ હતુ. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

હોંસબોલેએ એમ પણ કહ્યુ કે, તત્કાલિક વડાપ્રધાન નરસિંમા રાવે કહ્યું હતુ કે, ચો મંદિરનાં પ્રાચીન અવશેષો અહીંયા મળશે તો અહીંયા રામ મંદિર માટે જગ્યા આપવામાં આવશે. ખોદકામ કરતા અહીંથી અવશેષો મળ્યા હતા પણ કોર્ટ હવે એવુ કહે છે કે, આ મુદ્દે નિર્ણય લેવો એ અમારી પ્રાથમિક્તા નથી.”

રામ મંદિર મામલે સુપ્રિમ કોર્ટનાં જજો ન્યાય ન આપી શકે તો નોકરી છોડી દે: RSS નેતા
આ પહેલા સંઘનાં વડા મોહન ભાગવતે પણ રામ મંદિરનાં નિર્માણ માટે સંસદમાં વિશેષ કાયદો પસાર કરવાની માંગણી કરી હતી.  આ પહેલા 29 ઓક્ટોબરનાં રોજ, સુપ્રિમ કોર્ટે રામ જન્મભૂમિ—બાબરી મસ્જિદ વિવાદ ક્હયુ હતુ કે, આ કેસની સુનાવણી આગામી જાન્યુઆરી મહિનામાં રાખવામાં આવશે.  સુપ્રિમ કોર્ટનાં આ નિર્ણય પછી દેશભરમાંથી હિંદુ સંગઠનોએ રામ મંદિર મામલે કાયદો લાવવા માટે દબાણ ઉભુ કર્યુ હતું.

અયોધ્યામાં ઉદ્ધવે કહ્યું- રામ મંદિર મુદ્દે ભાજપ કુંભકર્ણની જેમ ઊંઘતી રહી, તેને જગાડવા આવ્યો છું
Published by: Vijaysinh Parmar
First published: December 3, 2018, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading