કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- રાહુલ ગાંધીને કોંગ્રેસી પણ ગંભીરતાથી લેતા નથી

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- રાહુલ ગાંધીને કોંગ્રેસી પણ ગંભીરતાથી લેતા નથી
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- રાહુલ ગાંધીને કોંગ્રેસી પણ ગંભીરતાથી લેતા નથી (Photo-ANI)

નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- કોંગ્રેસનું ચરિત્ર હંમેશા ખેડૂત વિરોધી રહ્યું છે

  • Share this:
    નવી દિલ્હી : કૃષિ કાનૂનોને (Farm Laws) લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કિસાન મજૂર સંઘ બાગપત (Kisan Majdoor Sangh)ના 60 ખેડૂતોના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Agriculture Minister Narendra Singh Tomar)સાથે કૃષિ ભવનમાં મુલાકાત કરી હતી. ખેડૂતો સાથે મુલાકાત પછી કૃષિ મંત્રીએ કહ્યું કે આજે બાગપત આખા દેશમાં કૃષિ માટે પ્રસિદ્ધ છે. ત્યાંના ખેડૂતો કૃષિ કાનૂનના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક સમર્થન પત્ર આપ્યો છે અને કહ્યું છે કે સરકારને કોઈ દબાણમાં આવવાની જરૂર નથી. તોમરે કહ્યું કે હું સમર્થન માટે ખેડૂતોને ધન્યવાદ આપું છું.

    રાહુલ ગાંધીએ કાનૂનના વિરોધમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાને લઈને નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે રાહુલ જે બોલે છે તેને કોંગ્રેસ પણ ગંભીરતાથી લેતું નથી. આજે જ્યારે તે હસ્તાક્ષર સાથે રાષ્ટ્રપતિ સામે પોતાનો વિરોધ નોંધાવવા ગયા તો ખેડૂતોએ મને બતાવ્યું કે કોંગ્રેસમાંથી કોઈપણ તેમની પાસે પોતાના હસ્તાક્ષર લેવા આવ્યા નથી. કૃષિ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસને ખેડૂત વિરોધી બતાવતા કહ્યું કે કોંગ્રેસે પોતાની સરકારમાં ખેડૂતો માટે કેમ કશું કર્યું નહીં.



    આ પણ વાંચો - ગુજરાત રાજ્યસભાની બે બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે, બંન્ને બેઠકો જઇ શકે છે ભાજપના ફાળે

    નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કોંગ્રેસનું ચરિત્ર હંમેશા ખેડૂત વિરોધી રહ્યું છે. આ ત્રણેય બિલના તત્વ કોંગ્રેસના 2019ના મેનફેસ્ટોમાં હતા. તેમણે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે તે જણાવે કે આ આજે જુઠ બોલી રહ્યા છે કે 2019માં જુઠ બોલી રહ્યા હતા. ઇમરજન્સી લગાવનાર આજે લોકતંત્રની વાત કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટીના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમને આવેદનપત્ર સોંપીને ત્રણેય કૃષિ કાનૂનોને પાછા લેવાની માંગણી કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:December 24, 2020, 18:34 pm

    ટૉપ ન્યૂઝ