Home /News /national-international /

શું સૂર્ય નષ્ટ થવાની સાથે જ ધરતીનો પણ The End થઇ જશે?

શું સૂર્ય નષ્ટ થવાની સાથે જ ધરતીનો પણ The End થઇ જશે?

સૂર્ય

આમ પણ સૂરજના મરવા પહેલા જ અનેક સમસ્યાઓ દેખાાવાની શરૂ થઇ જશે આજથી લગભગ 4 બિલિયન વર્ષોની અંદર સૂરજની આ પ્રક્રિયામાં મોટી ગડબડ ઊભી થશે જેને સંતુલિત કરવાના પ્રયાસમાં સૂર્ય વધુ ગરમ થશે જેને વૈજ્ઞાનિકો રેડ જાયન્ટના નામે બોલાવે છે.

  વૈજ્ઞાનિકોએ માન્યું કે લગભગ 5 બિલિયન વર્ષોની અંદર સૂરજની ગરમી પૂરી થઇ જશે તો તેના પછી શું પૃથ્વી નાબૂદ થઇ જશે, આ પર એક રસપ્રદ જાણકારી મળી છે. બ્રિટનના મેનચેસ્ટર યુનિવર્સિટીના ખગોળવિજ્ઞાનિકોએ એક આંતરાષ્ટ્રિટ ટીમ બનાવી છે. અને તેને આ મામલે સંશોધન કર્યું હતું. તેમનું કહેવું હતું કે સમય સાથે થતા ફેરફારને જોતા કેટલીક ભવિષ્યવાણીઓ કરી શકાય છે. આમ પણ સૂરજના મરવા પહેલા જ અનેક સમસ્યાઓ દેખાાવાની શરૂ થઇ જશે. અને તેને સમજવા માટે આપણે સૂર્યની ગરમી વિષે જાણવું પડશે.
  સૂરજની ગરમી ન્યૂક્લિયર ફ્યૂઝનની જન્મેલી છે. તેમાં હાઇડ્રોજન ગેસ હિલિયમમાં બદલાય છે. અને પ્રક્રિયા ગરમી પેદા કરશે. આજથી લગભગ 4 બિલિયન વર્ષોની અંદર સૂરજની આ પ્રક્રિયામાં મોટી ગડબડ ઊભી થશે જેને સંતુલિત કરવાના પ્રયાસમાં સૂર્ય વધુ ગરમ થશે જેને વૈજ્ઞાનિકો રેડ જાયન્ટના નામે બોલાવે છે.

  એટલે કે, ઉંમર સાથે, પ્રથમ સૂર્ય વધુ તેજસ્વી અને ગરમ બનશે. તમને જણાવી દઇએ કે ડાયનાસોરના સમય દરમિયાન, તેમણે ખૂબ ઓછો પ્રકાશનો સૂર્ય જોયો હશે. એ જ રીતે, હવે થોડા સમય પછી આપણા આગામી પેઢી વધુ ગરમી જોશે. આ તાપમાન એટલું ઊંચું હશે કે પાણીના પ્રાકૃતિક સ્ત્રોતો સુકાઈ જશે. લાઇવ સાયન્સના એક અહેવાલ મુજબ, આપણી પૃથ્વી સૂર્યની રેડ જાયન્ટ અવસ્થામાં શુક્રની જેવી દેખાશે. જ્યાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હશે.

  આ સ્થિતિ હજી વધુ કથળી જવાની બાકી છે. જેમ જેમ સૂર્યની અંદર હાઈડ્રોજન ફ્યુઝનની પ્રક્રિયા વધશે, તેમ સૂર્યનું કદ પણ વધશે. તે એટલું વધશે કે તે બુધ અને શુક્ર જેવા નજીકના ગ્રહોને તે ગળી જાશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે પૃથ્વી સૂર્યમાં પણ સમાઇ શકે છે, જે તે વાત પર નિર્ભર કરે છે કે ફ્યૂઝનથી સૂર્યનું કદ કેટલું વધારશે.

  જો સૂર્યનું કદ વધવાનું બંધ થાય, તો રેડ જાયન્ટમાં એટલી ગરમી નીકળશે કે વિશાળ સમુદ્રોનું તાપમાન વધશે અને બાષ્પ વધી જશે. આવી સ્થિતિમાં મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓ અથવા વનસ્પતિનું જીવવું અશક્ય હશે. સંભાવના એ પણ હોઇ શકે છે કે જેમ લોકો આજે ખૂબ જ ઠંડા વિસ્તારોમાં રહે છે, તે જ રીતે, ગરમીમાં રહેવા માટે અનુકૂળ બની જશે. નાસાના નિષ્ણાતો પણ અત્યારે આ અંગે અનુમાન લગાવી રહ્યા છે. ત્યાં એક અનુમાન પણ છે કે ત્યાં સુધી મનુષ્ય અન્ય ગ્રહો પર જીવન શોધી શકે છે. આવી સ્થિતિમાં, એવું બને છે કે આપણી પછીની પેઢીઓ પૃથ્વી છોડીને પ્લુટો જેવા સૂર્યથી ખૂબ દૂર કોઈ ગ્રહ પર સ્થાયી થાય છે.

  પ્રતિકાત્મક તસવીર


  સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય વૈજ્ઞાનિક એલન સ્ટર્નના કહેવા પ્રમાણે, ત્યાર સુધી અનુકૂલન થિયરી ફરીથી નવી રીતે આગળ આવશે. સૂર્યના વૃદ્ધત્વ સાથે, તેની ગરમી એટલી વધી જશે કે મનુષ્ય અન્ય ગ્રહો પર જઈ શકે છે. Kuiper Belt અંતર્ગત, જે ત્રણ દૂરના ગ્રહોને જોડે છે, જે મનુષ્ય માટે સલામત હોઈ શકે છે.

  વધુ વાંચો : COVID-19: દેશમાં સંક્રમિત દર્દીઓનો આંક 82 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,22,607એ પહોંચ્યો

  આ પછી, સૂર્યની બીજી સ્થિતિ આવશે, જેને સફેદ વામન તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પણ હાલના અંદાજને આધારે સૂર્યની અવસ્થાઓને નામ આપ્યાં છે. સફેદ વામન અવસ્થા એ સમયની છે જ્યારે આખરે સૂર્ય વધવાનું બંધ કરશે. તેના બાહ્ય અવકાશમાં ક્રમિક વિસ્ફોટો થશે અને ત્યાં સફેદ કાર્બન અને ઓક્સિજનનો અવશેષ હશે.

  આ અવશેષો પહેલા ખૂબ જ ગરમ હશે અને તેમાંથી ખતરનાક એક્સ-રે કિરણોને બહાર નીકળવા લાગશે. આ અવશેષોને ઠંડુ થવામાં લગભગ 1 અબજ વર્ષનો સમય લાગશે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Astrology, Earth, અંતરિક્ષ, ગેલેક્સી, સૂરજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन