IAS અધિકારીને સસ્પેન્ડ કરવા મામલે કોંગ્રેસે પૂછ્યું- 'મોદીના હેલિકોપ્ટરમાં શું હતું?'

News18 Gujarati
Updated: April 18, 2019, 11:54 AM IST
IAS અધિકારીને સસ્પેન્ડ કરવા મામલે કોંગ્રેસે પૂછ્યું- 'મોદીના હેલિકોપ્ટરમાં શું હતું?'
મોદી બે દિવસ પહેલા ઓડિશામાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા.

બુધવારે ચૂંટણી પંચે જાહેર કરેલા આદેશ પ્રમાણે 1996ની બેંચના અધિકારી મોહમ્મદ મોહસિનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  ચૂંટણી પંચે IAS અધિકારી મોહમ્મદ મોહસિનને એસપીજી સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ માટે જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. મોહમ્મદ મોહસિને મોદીના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.

ઓડિશાના સંબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની કથિત તપાસ કરવાના કેસમાં તેમની સામે ચૂંટણી પંચે આવા પગલાં ભર્યા હતા. આ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી એક ટ્વિટ કરીને 'મોદી હેલિકોપ્ટરમાં શું લઈને જઈ રહ્યા હતા' તેવો સવાલ કર્યો છે.

બુધવારે ચૂંટણી પંચે જાહેર કરેલા આદેશ પ્રમાણે 1996ની બેંચના અધિકારી મોહમ્મદ મોહસિનને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કે ચૂંટણી પંચ તરફથી મોદીના હેલિકોપ્ટરની તપાસ માટે કોઈ જ આદેશ આપવામાં આવ્યા ન હતા. આમ છતાં અધિકારીએ પીએમના કાફલાના અમુક સામાનની તપાસનો પ્રયાસ કર્યો હતો.


કોંગ્રેસે ટ્વિટ કરીને શું કહ્યું?

કોંગ્રેસે આ મામલે ટ્વિટ કરીને લખ્યું કે, "ચૂંટણી પંચે એક અધિકારીને વાહનોની તપાસ માટે સસ્પેન્ડ કરી દીધા છે. નિયમ પ્રમાણે તમે બધાના ઓફિશિયલ વાહનોને પણ તપાસી શકો છો. આથી પીએમના વાહનને કોઈ મુક્તિ મળતી નથી. મોદી પોતાના હેલિકોપ્ટરમાં એવું તો શું લઈને જઈ રહ્યા હતા કે તેઓ ન્હોતા ઈચ્છતા કે દેશ તેને જુએ?"

નોંધનીય છે કે તાજેતરમાં ચૂંટણી પંચની ટીમે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને ઓડિશાના સીએમ નવીન પટનાયકના હેલિકોપ્ટરની તપાસ કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: April 18, 2019, 11:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading