Home /News /national-international /2014 ચૂંટણીમાં શું હતા એક્ઝિટ પોલ્સના પરિણામ, કોનો દાવો રહ્યો સચોટ

2014 ચૂંટણીમાં શું હતા એક્ઝિટ પોલ્સના પરિણામ, કોનો દાવો રહ્યો સચોટ

શું ભાજપ ગુજરાતનો ગઢ જાળવી રાખશે ?

2014 લોકસભા ચૂંટણીના એકિઝટ પોલ્સમાં કોનો શું હતો દાવો? કોનો દાવો હતો સૌથી નજીક?

    ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામ રવિવાર સાંજે આવી રહ્યા છે. તેની પ્રમાણિકતા પર હંમેશા તર્ક થતો રહ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આવેલા એક્ઝિટ પોલના પરિણામ ઘણે અંશે સટીક રહ્યા હતા. તમામ એક્ઝિટ પોલમાં બીજેપીની આગેવાનીવાળી નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે એનડીએને સ્પષ્ટ બહુમત મેળવીને સરકાર રચવાનો દાવો હોવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં પરિણામો જાહેર થતાં જ એક્ઝિટ પોલ્સ સાચા પુરવાર થયા હતા.

    2014 લોકસભા ચૂંટણીનું નવ ચરણમાં મતદાન 7 એપ્રિલથી લઈને 12 મે સુધી થયું હતું. 12 મેના રોજ સાંજે 6.30 વાગ્યે એક્ઝિટ પોલના પરિણામ આવી ચૂક્યા હતા અને તમામે એનડીએને મેજોરિટીનો દાવો કર્યો હતો.

    યૂપીએને તમામે ઓછી સીટો આપી પરંતુ ત્યારબાદ પણ લગભગ તમામ સર્વેમાં તેમને જે સીટો આપવામાં આવી તે હકીકતથી દૂર હતી માત્ર ન્યૂઝ24-ચાણક્યના એક્ઝિટ પોલ સિવાય. એમ પણ કહી શકાય કે ન્યૂઝ24-ચાણક્યનો દાવો વાસ્તવિક પરિણામ આવતાં એકદમ સાચો પુરવાર થયો.

    એક્ઝિટ પોલમાં કોનો શું હતો દાવો?

    એક્ઝિટ પોલએનડીએકોંગ્રેસઅન્ય
    CNN IBN-CSDS27697148
    ઈન્ડિયા ટુડે-સિસેરો272115156
    ન્યૂઝ24-ચાણક્ય34070133
    ટાઇમ્સ નાઉ-ORG249148146
    એબીપી-નીલ્સન27497165
    ઈન્ડિયા ટીવી-સી વોટર289101148
    એનડીટીવી-હંસા279103161

     સૌથી સચોટ દાવો કોનો?

    સૌથી સચોટ દાવો ન્યૂઝ24-ચાણક્યને કર્યો હતો. જેને એનડીએને પોતાના એક્ઝિટ પોલમાં 340 સીટોનું આકલન કર્યું હતું. જ્યારે યૂપીએને 70 સીટો પર સમેટાઈ જવાની વાત કહી હતી. આ સંસ્થાએ અન્ય પાર્ટીઓને 133 સીટો આપી હતી. તેમનો આ દાવો 16 મેના રોજ ચૂંટણી પરિણામ આવતાં સોથી સચોટ રહ્યો.

    આ પણ વાંચો, કોણ બનશે વડાપ્રધાન? News 18-IPSOS Exit Poll 2019 આપશે સૌથી સ્પષ્ટ અનુમાન

    શું હતું રિઝલ્ટ?

    16 મેના રોજ જ્યારે લોકસભાના પરિણામ જાહેર થયા તો એનડીએને 336 સીટો મળી જેમાં ભાજપે એકલા 282 સીટો જીતી હતી એટલે કે બહુમતથી દસ સીટો વધુ. બીજી તરફ, યૂપીએ માત્ર 58 સીટો પર સમેટાઈ ગઈ, જેમાં કોંગ્રેસે 44 સીટો મેળવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, એક્ઝિટ પોલ, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन