Ayodhya verdict : નિર્મોહી અખાડાનો દાવો શું હતો? જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

News18 Gujarati
Updated: November 9, 2019, 3:26 PM IST
Ayodhya verdict : નિર્મોહી અખાડાનો દાવો શું હતો? જે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નિર્મોહી અખાડા (Nirmohi Akhara)એ 'રામ લલા'નો દાવો ફગાવવાની માંગ સાથે જણાવ્યું હતું કે અયોધ્યા વિવાદમાં જમીન તેમને આપવામાં આવે કારણ કે તેઓ રામલલાના એકમાત્ર ઉપાસક છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ અયોધ્યા (Ayodhya) મામલે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડા (Nirmohi Akhara)નો દાવો ફગાવી દીધો છે. આ મામલે કોર્ટે બે પક્ષો રામ લલા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડની દલીલો પર નિર્ણય આપ્યો છે. કોર્ટે 40 દિવસની સુનાવણી દરમિયાન નિર્મોહી અખાડાને જણાવ્યું હતું કે દેવતા પ્રત્યે ઉપાસકનો દાવો ક્યારેય પ્રતિકૂળ નહીં હોય. કોર્ટે આ ટિપ્પણી નિર્મોહી અખાડાના એ દાવા પર કરી જેમાં કહેવવામાં આવ્યું હતું કે 'રામ લલા'નો કેસ ફગાવી દેવામાં આવે અને અયોધ્યામાં વિવાદીત જમીન પર તેમને દેવામાં આવે કારણ કે તેઓ રામલલાના એક માત્ર ઉપાસક છે.

આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે જો અખાડો 'રામલલા બિરાજમાન'ના કેસને લડી રહ્યો છે તો તે રામલલાના સ્વામિત્વ વિરુદ્ધ જઈ રહ્યો છે. તેઓ અદાલતને દેવતાના દાવાને ખારીજ કરવા માટે જણાવી રહ્યો છે. નિર્મોહી અખાડાએ દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર રામ લલા એક માત્ર ભક્ત છે, જેના પર કોર્ટે જણાવ્યું હતું કે જો આવું થાય તો અખાડો 2.77 એકર વિવાદિત જમીન પર સ્વામિત્વનો દાવો ન કરી શકે.

આ પણ વાંચો : Supreme Court Ayodhya Verdict : આખી વિવાદિત જમીન રામલલા વિરાજમાનને સોંપવામાં આવી

જોકે, અખાડા વતી દલીલ કરી રહેલા વરિષ્ઠ વકીલ સુશીલ જૈને કોર્ટની ટિપ્પણી પર જણાવ્યું હતું કે અખાડો ભક્તના લીધે સંપત્તિનો કબજેદાર રહ્યો છે, જેથી તેના અધિકાર સમાપ્ત નથી થઈ જતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે અખાડાના વકીલની વાત પર આપત્તિ જણાવતા કહ્યું હતું, ' જયારે તમે તમારા દેવતાના દાવાને ફગાવવાની માંગ કરી રહ્યા છો ત્યારે તમે તેમની વિરુદ્ધ અધિકાર માંગી રહ્યા છો.”

જૈને અદાલતને જણાવ્યું હતું કે રામ લલાની યાચિકા 1989માં આવી હતી પરંતુ અખાડાએ 1934માં આ જગ્યાએ કબ્જો જમાવી રાખ્યો હતો. તેમણે કહ્યું, 'મે આ દલીલ આપી છે કે દેવતાનના હિતમાં આદેશ ફક્ત ઉપાસકના પક્ષમાં જ આપી શકાય છે' જૈનએ જણાવ્યું હતું કે નથી જે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો તે મુજબ ભગવાન રામનું જન્મસ્થાન 'કાનુની વ્યક્તિ' નથી અને અખાડાને દલીલ કરવાનો હક છે.

ગૂગલ મેપની એ તસવીર જેમાં રામ જન્મભૂમિને દર્શાવતું રાઉન્ડ કરવામાં આવ્યું છે.

Loading...

આ પણ વાંચો :  Ayodhya Verdict: મુસ્લિમ પક્ષે કહ્યુ, 'અમે ચુકાદાનું સન્માન કરીએ છીએ, પરંતુ સંતુષ્ટ નથી'

અદાલતે નિર્મોહી અખાડાના વકીલ જૈનને કહ્યું હતું કે 'તમને તમારા 'દેવતા'નો દાવો સાબિત કરવા માટે અમને પુરાવા આપવા પડશે. અમને તેને લગતા પ્રમાણ દર્શાવો જેના અંગે જૈને જણાવ્યું હતું કે 'કોઈ અન્ય પક્ષે અખાડાના દેવતાના ઉપાસક હોવાના દાવાને પડકાર ફેંક્યો નથી. 1982માં એક ચોરી થઈ હતી જેમાં અખાડાના રૅકૉર્ડ ખોવાઈ ગયા હતા.

આ પણ વાંચો :  અયોધ્યાનો બીજો કેસ : જાણો બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની શું સ્થિતિ છે

કોર્ટે આ દલીલો સ્વીકારી નહી અને શનિવારે પોતાના નિર્ણયમાં અખાડાના દાવાને ફગાવી દીધો. કોર્ટે દાવો ફગાવતા કહ્યું કે નિર્મોહી અખાડો રામ લાલાની મૂર્તિનો ઉપાસક અથવા અનુયાયી નથી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની ખંડપીઠે તેમના નિર્ણયમાં કહ્યું કે નિર્મોહી અખાડાનો દાવો કાયદાકીય સમય મર્યાદા અંતર્ગત પ્રતિબંધીત છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...