નવી દિલ્હીઃ નિર્ભયાના સાથે ગેંગરેપના ચારેય દોષિતોને શુક્રવારે વહેલી પરોઢે તિહાડ જેલમાં પવન જલ્લાદે ફાંસી પર લટકાવી દીધા. શું તમને ખબર છે કે ફાંસીના ફંદા તરીકે જે દોરડાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેનું શું કરવામાં આવશે. આ દોરડાને લઈને અનેક પ્રકારના અંધવિશ્વાસ પ્રચલિત છે. મૂળે, બ્રિટનમાં જ્યારે ફાંસી આપવામાં આવતી હતો તો દોરડાને જલ્લાદને આપવામાં આવતું હતું. ખબર નહીં કેમ આ વાત બ્રિટનમાં પ્રચલિત થઈ ગઈ કે જો કોઈ આ દોરડાનો ટુકડો ઘરે રાખે કે તેનું લૉકેટ પહેરી લે તો તેની કિસ્મત બદલાઈ જાય છે.
ઈતિહાસમાં ઉલ્લેખ મળે છે કે બ્રિટનમાં જલ્લાદ આ દોરડાના ટુકડા કરીને તેને વેચતો હતો અને લોકો ખુશી-ખુશી તેને ખરીદતા હતા. જોકે, ૧૯૬૫માં બ્રિટનમાં ફાંસી પર મનાઈ ફરવામાં આવી હતી.
Nirbhaya Case: ફાંસી ઘરમાં જમીન પર સૂઈ ગયા ચારેય દોષી, વાંચો અંતિમ ક્ષણોની સમગ્ર કહાણી
કારાગારના સ્ટાફમાં વહેંચી દેવામાં આવતી હતી
સામાન્ય રીતે ભારતમાં આ દોરડાને જલ્લાદને જ આપવામાં આવે છે કે જલ્લાદ તેને લઈ જાય છે. અનેક દેશોમાં આ દોરડાના અનેક નાના ટુકડા કાપીને કારાગારના ડેથ સ્ક્વોડને આપવામાં આવે છે. જેમાં મોટા અધિકારીઓથી લઈને નીચલા સ્તરના ગાર્ડ સુધીના લોકો સામેલ રહે છે.
આ પણ વાંચો, ફાંસી ઘરમાં આ વાત કહેવા માંગતો હતો પવન જલ્લાદ, પરંતુ આ કારણે ચૂપ રહ્યો
ભારતમાં આ દોરડાને લઈને અત્યાર સુધી કોઈ અંધવિશ્વાસની વાત તો નથી સાંભળી પરંતુ વર્ષ 2004માં જ્યારે નાટા મલ્લિક જલ્લાદે દુષ્કર્મ અને હત્યાના દોષી ધનંજય ચેટજીર્ને ફાંસી પર લટકાવ્યો હતો તો તેણે આ દોરડાના ટુકડાઓથી ખૂબ કમાણી કરી હતી.
મલ્લિક ફાંસીના દોરડાના લૉકેટ વેચવા લાગ્યો
મૂળે, બંગાળમાં આ અંધવિશ્વાસ ક્યારે ફેલાઈ ગયો કે ફાંસીના દોરડાનું લૉકેટ પહેરવાથી કિસ્મત પલટાઈ જાય છે. જો આપની પાસે નોકરી નથી તો રોજગાર મળી જાય છે. જો દેવામાં ડૂબેલા છો તો તેનાથી છુટકારો મળી જાય છે. સારા દિવસો શરૂ થઈ જશે. વેપારમાં ખોટ થઈ હશે તો કિસ્મત બદલાઈ જાય છે.
જ્યારથી આ વાત કોલકાતામાં ફેલાવા લાગી તો નાટા મલ્લિકના ઘરની આગળ લૉકેટ લેવા ભીડ એકત્ર થવા લાગી.

નાટા મલ્લિક જલ્લાદે દુષ્કર્મ અને હત્યાના દોષી ધનંજય ચેટર્જીને ફાંસી પર લટકાવ્યો હતો તો તેણે આ દોરડાના ટુકડાઓથી ખૂબ કમાણી કરી હતી
કોલકાતાના ડેથ પેનલ્ટી એસોસિએશને તેને અંધવિશ્વાસ તો કહ્યો ઉપરાંત એમ પણ કહ્યું કે જલ્લાદને આવું કરવાનો કોઈ અધિકારી નથી. કોલકાતાના મંદિરોમાં પણ તેનો ખૂબ વિરોધ થયો.
આ પણ વાંચો, નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ
તે ફાંસી આપ્યા બાદ દોરડાને જોડે લઈને આવતો હતો
ત્યારબાદ પ્ણ નાટા મલ્લિકે ખૂબ જ આવા દોરડાઓ વેચ્યા. એક લૉકેટ તેણે લગભગ 2000 રૂપિયામાં વેચ્યું હતું. તેની પાસે પહેલા ફાંસી આપવામાં આવ્યા હોય તેવા દોરડા પણ હતા. તેના લૉકેટ તે 500 રૂપિયામાં વેચતો હતો. મલ્લિકે પોતાના ઘરની બહાર અને ટુવાલને ફાંસીની જેમ લટકાવી દીધી હતો.
આ દોરડાને અનેક વાર સળગાવી પણ દેવામાં આવ્યા હતા. અનેકવાર જ્યારે ખૂબ વિવાદિત કેદી કે મોટા આતંકવાદીને ફાંસી આપવામાં આવે છે તો તે દોરડાને પણ તાત્કાલિક નષ્ટ કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો, Nirbhaya Case: ચારેય દોષિતોને તિહાડ જેલમાં ફાંસી અપાઈ, ડૉક્ટરોએ મોતની પુષ્ટિ કરી