વૈજ્ઞાનિકોનો દાવો: દેશમાં 11થી 15 મે વચ્ચે કોરોના પીક પર હશે, દેશમાં 35 લાખ એક્ટિવ કેસ હશે

વૈજ્ઞાનિકોનો દાવો: દેશમાં 11થી 15 મે વચ્ચે કોરોના પીક પર હશે, દેશમાં 35 લાખ એક્ટિવ કેસ હશે
તસવીર: Shutterstock

વૈજ્ઞાનિકોએ જે ગણિતીય મૉડલ પરથી કોરોના સંક્રમણ વધવાનો અંદાજ લગાવ્યો છે તે પ્રમાણે 15 મેની આસપાસ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 33થી 35 લાખ નજીક પહોંચી જશે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર (Covid 19 second wave India) પહેલા કરતા ખૂબ વધારે ઘાતક સાબિત થઈ છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે આગામી 11થી 15મી મે વચ્ચે કોરોનાનો પીક (Coronaviru peak) આવશે. એટલે કે આ દિવસોમાં સર્વાધિક કેસ નોંધાશે. વૈજ્ઞાનિકોએ જે ગણિતીય મૉડલ પરથી કોરોના સંક્રમણ વધવાનો અંદાજ લગાવ્યો છે તે પ્રમાણે 15 મેની આસપાસ દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 33થી 35 લાખ નજીક પહોંચી જશે.

  કોરોના સંક્રમણને જોતા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હજુ વધશે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે, ગત વર્ષે જે રીતે અનુમાન લગાવવામાં આવ્યું હતું તે જ રીતે આ વર્ષે પણ ટ્રેન્ડ બની રહ્યો છે. જે રીતે દર્દીઓ વધી રહ્યા છે તેને જોતા મે માસના મધ્ય સુધીમાં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17મી સપ્ટેમ્બરના રોજ કોરોના પીક પર હતો. જોકે, આ વખતે કોરોનાથી હાલ ખૂબ ગંભીર છે.  આ પણ વાંચો: કોરોનાના કપરા સમયમાં શરીરમાં ઑક્સીજન સ્તર વધારવા આ ખોરાકનું કરો સેવન

  કોરોનાની હાલની સ્થિતિને જોતા કહેવામાં આવ્યું છે કે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણામાં 25-30 એપ્રિલ દરમિયાન નવા કેસની સંખ્યા ચરમ પર હશે. એવી જ રીતે એકથી પાંચમી મે વચ્ચે ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, છથી 10 મે વચ્ચે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પીક પર હશે. મહારાષ્ટ્ર અને ઓડિશામાં કોરોના પહેલાથી જ ચરમ પર છે. આવી જ રીતે બિહારમાં કોરોના 25 એપ્રિલની આસપાસ ચરમ પર હશે.

  આ પણ વાંચો: કોરોનાએ અઠવાડિયામાં આખો પરીવાર પીંખી નાખ્યો, પતિ, જેઠ સાસુનાં કોરોનાથી મોત બાદ પુત્રવધૂનો આપઘાત

  વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોનાની ઝડપ પર અમે નજર રાખી રહ્યા છીએ. કોરોનાનું સંક્રમણ દરરોજ વધી રહ્યું છે. 1-5 મે દરમિયાન દરરોજ 3.3થી 3.5 લાખ નવા કેસ જોવા મળશે. 11-15 મે વચ્ચે 33-35 લાખ એક્ટિવ કેસ સાથે કોરોના ચરમ પર હશે.

  આ પણ વાંચો: મુંબઈનો 'ઑક્સીજન મેન': કોવિડ દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની કાર વેચી દીધી!

  ભારતે અમેરિકાને પાછળ છોડ્યું

  દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં 24 કલાકમાં જ કોરોના વાયરસ (Coronavirus)ના નવા 3 લાખ 15 હજાર 478 કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, 2021ના રોજ 3,07,570 સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.

  આ પણ વાંચો: રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેક્શન માટે ફરીથી લાઈનો લાગી, ખાનગી હૉસ્પિટલોમાં ઑક્સીજનની પણ અછત

  છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 2,101 લોકોનાં મોત થયા હતા. બુધવારે રેકોર્ડ 1 લખા 79 હજાર 372 લોકો સાજા પણ થયા છે. કોરોનાને પગલે દેશમાં અત્યારસુધી 1 લાખ 84 હજાર 672 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી કોરોનાથી કુલ સંક્રમિત સંખ્યા વધીને 1 કરોડ 59 લાખ 24 હજાર 732 થઈ છે. દેશમાં હાલ 24 લાખ 84 હજાર 209 દર્દીની સારવાર ચાલી રહી છે. આ સંખ્યા કુલ સંક્રમિતના 14.3 ટકા છે.

  11 રાજ્યમાં કોરોના બેકાબૂ

  મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત દેશના 11 રાજ્યમાં હાલત બેકાબૂ બની રહી છે. આ રાજ્યમાં રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 62,097, ઉત્તર પ્રદેશમાં 29,574, દિલ્હીમાં 28,395, કેરળમાં 19,577, કર્ણાટકમાં 21,794, છત્તીસગઢમાં 15,625, રાજસ્થાનમાં 12,201, મધ્ય પ્રદેશમાં 12,727, ગુજરાતમાં 12,206, તામિલનાડુમાં 10,986, બિહારમાં 10,455 લોકો કોરોના સંક્રમિત થાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 22, 2021, 12:23 pm

  ટૉપ ન્યૂઝ