એક્ઝિટ પોલ બાદ જ્યોતીષોએ વધારી ચિંતા, પાંચ રાજ્યમાં કોણ જીતશે?

 • Share this:
  રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ હવે કોની સરકાર બનશે તેની જાણ તો હવે 11 ડિસેમ્બરે થઇ જશે, પરંતુ એક્ઝિટ પોલે જેવી રીતે પ્રદેશમાં ભાજપના હથમાંથી સત્તા જતી રહેવાની શંકા વ્યક્ત કરી છે, અને કોંગ્રેસ સત્તામાં વાપસીના સંકેત આપ્યા બાદ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જો કે એક્ઝિટ પોલની જેમ જ જ્યોરિષ અને અંક જ્યોતિના વિદ્વવાને પણ સરકાર બનવા અને બગડવાને લઇને પોત પોતાની જાહેરાત કરી છે.

  અહીં ક્લિક કરી વાંચો ઇશા અંબાણીનું પ્રી વેડિંગઃ હિલેરીથી સલમાન સુધી, ઉદેપૂરમાં ટોચની હસ્તીઓનો જમાવડો

  ન્યૂઝ 18 રાજસ્થાને જ્યારે પ્રદેશની હવે પછીની સરકારને લઇને કરવામાં આવેલી આશંકા પર જ્યોતિષ વિદ્યા સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી હતી, જેમાં કેટલીક રોચક માહિતી મળી હતી.

  જ્યોતિષાચાર્ય આચર્ય પ્રો.વિનોદ શાસ્ત્રીનું કહેવું છે કે કોંગ્રેસ પૂર્ણ બહુમતથી સત્તામાં આવશે, ભાજપની સ્થિતિ ખૂબ જ નબળી રહેશે, મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગ્રહોની વાત કરે તો પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગશે.

  અંક જ્યોતિષી ડોક્ટર કુમાર ગણેશે પણ કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનની સ્થાપના દિવસના 29 માર્ચ 1949ના અંક, મતદાન અંક, મતગણતરી દિવસની તારીખ અને પ્રદેશાધ્યક્ષના અંકની સાથે અન્ય મહત્વપૂર્ણ આંકડાની ગણતરીમાં કોંગ્રેસને 110 સીટ મળવાની સંભાવના છે. 75 સીટ ભાજપના ખાતામાં રહેશે.

  જ્યોતિષાચાર્ય અને વાસ્તુવિદ્દ પંડિત મુકેશ ભારદ્વાજનું કહેવું છે કે કાંટાની ટક્કર જોવા મળશે, તેમનું કહેવું છે કે વર્ષ 2013ની ચૂંટણીમાં જે સ્ટાર ભાજપને સપોર્ટ કરી રહ્યાં હતા, તેઓની સ્થિતિ હવે સારી નથી, 7 ડિસેમ્બરે બ્રહસ્પતિનો સપોર્ટ ભાજપને નહીં મળે.

  ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં હવે બદલાવના સંકેત દેખાઇ રહ્યાં છે. રાજસ્થાનમાં કોંગ્રેસનું પલડું ભારે છે. તો એમપી અને છત્તીસગઢમાં કાંટાની ટક્કરની ભવિષ્યવાણી કરવામાં આવી છે, મોટાભાગના એક્ઝિટ પોલમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં પરત ફરી શકે છે.
  Published by:Sanjay Vaghela
  First published: