કર્ણાટકમાં વજુભાઇનો નિર્ણય સાચો છે કે ખોટો ? શું કહેવું છે નિષ્ણાંતોનું

  • Share this:
    શું ગવર્નરની પાસે ત્રિશંકુ વિધાનસભામાં મુખ્યમંત્રીની પસંદગી કરવાનો અધિકર છે ? જવાબ છે હા, ગવર્નર પાસે આ બંધારણીય અધિકાર છે, આર્ટિકલ 164(1) પ્રમાણે ગવર્નર મુખ્યમંત્રીની નિયુક્તિ કરી શકે છે અને મુખ્યમંત્રીની સલાહ પર તેઓ અન્ય મંત્રીઓની નિયુક્તિ કરી શકે છે. પરંતુ આર્ટિકલ 164માં તેનો ઉલ્લેખ નથી કે રાજ્યપાલ આ નિર્ણય કેવી રીતે અને કેવી પરિસ્થિતિમાં કરશે.

    આર્ટિકલ 164(2)ના એક અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે કે ગવર્નર દ્વારા મંત્રી પસંદગી કરવામાં 'ક્લેક્ટિવ એસેમ્બલી'નું યોગદાન હોવું જોઇએ. સરળ શબ્દોમાં કહીએ તો ક્લેક્ટિવ એસેમ્બલીનો અર્થ છે સભામાં બહુમતી, તેનો અર્થ થાય છે કે મુખ્યમંત્રી અથવા અન્ય મંત્રીઓની નિયુક્તિ માટે બહુમતી હોવી જોઇએ.

    તો હવે સવાલ નથી ઉઠતો કે ગવર્નર નિષ્ઠાથી કામ કરે છે કે નહીં. તેઓને બંધારણીય વ્યવસ્થાથી ચાલવું પડશે, જ્યારે ગવર્નર સરકાર નિયુક્ત કરે તો તેઓ ધ્યાન રાખવું પડશે કે તેમને પસંદ કરેલી પાર્ટી બંધારણીય બહુમતી મેળવી રહી છે કે નહીં. જ્યારે કોઇ નેતા ગવર્નર પાસે જાય છે ત્યારે તેઓ તેમના ધારાસભ્યોની સંખ્યા જુએ છે, અને ત્યારબાદ જ નિયુક્તિ કરે છે, સીએમને સભામાં બહુમત સાબિત કરવું પડે છે. અંતમાં બહુમતી ખૂબ જ જરૂરી છે.

    જો તમે એમ વિચારી રહ્યાં છો કે ત્રિશંકુ વિધાનસભા હશે અને બહુમત નહીં મળે ? ગવર્નરે સુનિશ્ચિત કરવાનું રહે છે કે કોઇપણ પાર્ટી બહુમત સાબિત કરી શકે છે કે નહીં. પછી ભલે તેના માટે કોઇ પાર્ટીની સાથે ગઠબંધન પણ કરવું પડે. આ બધા માટે લાગુ થાય છે. પછી ભલે તેઓ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય અથવા બીજા નંબરની પાર્ટી હોય.

    પાર્ટી બહુમત સાબિત કરી શકશે કે નહીં તે ગવર્નર પોતાને વિશ્વાસ હોવો જોઇએ. એવું નથી કે ગવર્નર ગમે તેને સીએમ બનાવી દે અને પછી તેને બહુમત સાબિત કરવાનું કહે. બંધારણ આ બાબતે સ્પષ્ટ છે કે જ્યારે પણ કોઇ પાર્ટીને સરકાર બનાવવાનું નિમંત્રણ મળે તેઓ બહુમત સાબિત કરી શકે, આ અંગે આર્ટિકલ 164 ખૂબ જ સ્પષ્ટ છે અને આ કાયદાને નજરઅંદાજ કરી શકાય નહીં.
    Published by:Sanjay Vaghela
    First published: