કોંગ્રેસની દુર્દશા પાછળ જવાબદાર કોણ, આ રહ્યાં હારના પાંચ કારણ

News18 Gujarati
Updated: May 23, 2019, 3:13 PM IST
કોંગ્રેસની દુર્દશા પાછળ જવાબદાર કોણ, આ રહ્યાં હારના પાંચ કારણ
ચૂંટણી પ્રચાર દરમિયાનની તસવીર

  • Share this:
સંજય વાઘેલા, અમદાવાદઃ લોકલભા ચૂંટણી 2019નું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે, ફરીએકવાર મોદી સરકાર સત્તા પર આવશે. કોંગ્રેસના હાલ ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવી સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર દેશમાં ભાજપને અંદાજે 280 સીટ પર કબજો જમાવી રહી છે. આ વખતે રાહુલ-પ્રિયંકાની  જોડી દેશની જનતાને પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ રહી છે. ત્યારે ક્યાં કોંગ્રેસ પાછળ રહી શું છે કોંગ્રેસની જીત પાછળના કારણો ?

મોદીના રાષ્ટ્રવાદ આગળ કોંગ્રેસ ફેલ

ઓપરેશન બલાકોટ બાદ ભાજપ રાષ્ટ્રવાદની લહેર પર સવાર થઇ, જ્યારે કોંગ્રેસ છેક સુધી એરસ્ટ્રાઇકના પૂરાવા માગતી રહી. મોદીએ ચૂંટણીમાં સેના અને ભાજપની છબિને એક કરી દીધી અને ઓપરેશન બાલાકોટ બાદ ભાજપનો વિરોધ એટલે સેનાનો વિરોધ બની ગયું. રાહુલ ગાંધી આ અવધારણને તોડવામાં નિષ્ફળ રહ્યાં.

ફેલ રહ્યો રાફેલનો મુદ્દો

છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં પીએમ મોદી પર સીધું ગોટાળાનો આરોપ લગાવ્યો અને મંચ પર ચોકીદાર ચોરના નારા પણ લગાવ્યા. પરંતુ કોંગ્રેસના આ આરોપ સામે મોદીએ આક્રમક રીતે સામનો કર્યો અને ચોકીદાર ચોર નારા સામે તેઓએ મે ભી ચોકીદારનો નારો લગાવ્યો. હવે એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીનો વડાપ્રધાન પર સીધો આરોપ લગાવવો જનતાને પસંદ આવ્યું નથી.

કૌભાંડ મુક્ત સરકારપીએમ મોદીના 5 વર્ષના કાર્યકાળમાં કોઇપણ મંત્રી પર એકપણ કૌભાંડનો આરોપ લાગ્યો નથી. રાફેલ મુદ્દે પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં માફી માગવી પડી હતી. ક્યાંકને ક્યાંક મતદારોએ આ વાત નોંધી તો હશે.

મોંઘવારી મુદ્દો ન બન્યો

આ લોકસભા ચૂંટણીની ખાસ વાત એ રહી કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા છતા જીવનજરૂરી ચીજવસ્તુઓનો ભાવ વધ્યો નહીં.

યુપીએને મજબૂત કરવાની કવાયતમાં કોંગ્રેસ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. કેરળ અને તામિલનાડુમાં કોંગ્રેસને ગઠબંધનનો ફાયદો ન મળ્યો. પરંતુ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ કોઇ ગઠબંધન ન કરી શકી. જો કે કોંગ્રેસને ગઠબંધન બાદ પણ ફાયદો થવો એ એક મોટો સવાલ છે.

કોંગ્રેસનું ઘોષણાપત્ર પણ મોટું કારણ

ઓપરેશન બાલાકોટ બાદ જ્યાં દેશ રાષ્ટ્રવાદની લહેર પર સવાર હતો, તો કોંગ્રેસના ઘોષણાપત્રમાં જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા અનુચ્છેદ 370માં છેડછાડ નહીં અને સેનાને મળનારા આફાસ્પાને હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ મુદ્દાને બહુ આક્રમક રીતે ઉપાડ્યો અને જનતા સુધી પહોંચાડ્યો.
First published: May 23, 2019, 3:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading