મોદી 2019ની ચૂંટણી જીતશે કે નહીં? PMના ભાઈનું શું કહેવું છે

News18 Gujarati
Updated: February 13, 2019, 11:58 AM IST
મોદી 2019ની ચૂંટણી જીતશે કે નહીં? PMના ભાઈનું શું કહેવું છે
નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન બીજેપી વડપણ હેઠળની એનડીએ સરકાર આખા દેશમાં વિકાસના કાર્યો કરવામાં સફળ રહી છે.

  • Share this:
મેંગલુરુ : આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 300 કરતા પણ વધારે બેઠક જીતશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના વડાપ્રધાન પદે બિરાજમાન થશે, તેવું પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મંગળવારે કર્ણાટકના મેંગલુરુ ખાતે જણાવ્યું હતું.

"મને ખાતરી છે કે આવતી લોકસભાની ચૂંટણીમાં પણ 2014નું પુનરાવર્તન થશે. બીજેપી 300થી વધારે બેઠક જીતશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે," તેમ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું. પ્રહલાદ મોદી કર્ણાટક ખાતે મંદિરોના દર્શને પહોંચ્યા હતા, આ સમયે તેમણે એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા આ વાત કહી હતી.

તેમણે આગળ જણાવ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન બીજેપી વડપણ હેઠળની એનડીએ સરકાર આખા દેશમાં વિકાસના કાર્યો કરવામાં સફળ રહી છે.

આ પણ વાંચો : રાફેલ ડીલ  અંગે રાહુલનો ફરી હુમલો, 'વડાપ્રધાન મોદીએ જ નિભાવી વચેટિયાની ભૂમિકા'

પ્રહલાદ મોદીને જ્યારે પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશ અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ માટે કોઈ જાદુ નહીં કરી શકે.

ચૂંટણી પહેલા વિપક્ષના મહાગઠબંધન અંગે સવાલના જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આવા મહાગઠબંધનો થઈ ચુક્યા છે, પરંતુ તેમને નિષ્ફળતા જ હાથ લાગી છે.
First published: February 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading