Article 370 વિશે લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'અમે સમસ્યા ટાળતા નથી અને પાળતા પણ નથી'

પીએમ મોદીએ જણાવ્યું કે, તમામ સરકાર આ કામ કરવા માંગતી હતી પરંતુ પ્રશ્ન એ હતો કે શરૂઆત કોણ કરે. લોકોએ મને આ કામ સોંપ્યું હતું એટલે અમારી સરકારી બીડું ઝડપ્યું અને આર્ટિકલ 370 અને 35Aનો અંત લાવ્યાં

News18 Gujarati
Updated: August 15, 2019, 2:24 PM IST
Article 370 વિશે લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'અમે સમસ્યા ટાળતા નથી અને પાળતા પણ નથી'
લાલ કિલ્લા પરથી મોદી
News18 Gujarati
Updated: August 15, 2019, 2:24 PM IST
નવી દિલ્હી : 73માં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સંબોધન વખતે મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી દેવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 70 દિવસમાં કરી બતાવ્યું. અમે કોઈ મુદ્દાને ટાળતા નથી પરંતુ ત્વરિત કાર્યવાહી કરીએ છીએ. પીએમ મોદીએ જણાવ્યું કે, તમામ સરકાર આ કામ કરવા માંગતી હતી પરંતુ પ્રશ્ન એ હતો કે શરૂઆત કોણ કરે. લોકોએ મને આ કામ સોંપ્યું હતું એટલે અમારી સરકારી બીડું ઝડપ્યું અને આર્ટિકલ 370 અને 35Aનો અંત લાવ્યાં

તમામ સરકારે પ્રયાસ કર્યા

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "તમામ સરકારે આ માટે પ્રયાસો કર્યા. તેમને કોઈ ઇચ્છિત પરિણામો ન મળ્યાં. આથી અમે નવેસરથી શરૂઆત કરી અને આ કામ કરી બતાવ્યું. હવે જમ્મુ-કાશ્મીરના લોકોનાં સપાનાઓ પૂરા થાય તેની જવાબદારી આપણી બધાની છે. જમ્મુ-કાશ્મીરના લોકોનાં સપનાઓને પાંખ આપવાની જવાબદારી 130 કરોડ લોકોએ ઉઠાવવાની છે. આવું કરવામાં વિઘ્નો પણ આવશે પરંતુ પ્રયાસ કરતા રહેવાનું છે."

અમે કાશ્મીરના દલિતોને તેમનો અધિકાર આપ્યો

"છેલ્લા 70 વર્ષમાં કાશ્મીરમાં અલગાવવાદ, આતંકવાદનો જન્મ થયો. પરિવારવાદનું પોષણ થયું. ભ્રષ્ટાચાર અને ભેદભાવનો પાયો મજબૂત થયો. જમ્મુ-કાશ્મીરમાં દલિતો, મહિલાઓ અને પછાત જાતિઓને અધિકાર મળે તે માટે અમે આ કામ કરીને તેમને આઝાદી અપાવી. તેમના સપનાઓને કચડી નાખવામાં આવ્યા હતા અમે તેમને આઝાદી અપાવી. દેશનું વિભાજન થયું ત્યારે અનેક વિસ્થાપિતા દેશમાં આવ્યા પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે લોકો આવ્યાં તેમને માનવિય અધિકારો આપવામાં ન આવ્યાં. અમે આ લોકોની ચિંતા કરી."

જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકો દિલ્હીને સવાલ પૂછી શકશે
"જમ્મુ-કાશ્મીર અને લદાખ સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ભારત માટે પ્રેરક બની શકે છે. નવી વ્યવસ્થા નાગરિકો માટે સીધી કામ કરશે. હવે જમ્મુ-કાશ્મીરનો સામાન્ય નાગરિક પણ દિલ્હી સરકારને પ્રશ્ન પૂછી શકશે. તમામ રાજકીય પક્ષોએ આર્ટિકલ 370 અને 35Aને હટાવવા માટે સમર્થન આપ્યું છે. પરંતુ રાજનીતિના રોટલા શેકવા માટે અમુક લોકો આર્ટિકલ 370ની તરફેણ કરતા રહ્યા છે. જો લોકો 370ની વકીલાત કરે છે તેને દેશ પૂછી રહ્યો છે કે જો આ આર્ટિકલ 370, 35A આટલી જ મહત્વપૂર્ણ હતું તો 70 વર્ષ સુધી આટલી બહુમતિ હોવા છતાં તમે તેને કાયમી કેમ ન કર્યું. બંનેને હંગામી કેમ બનાવી રાખી."

રાજકીય ભવિષ્યની ચિંતાએ આર્ટિકલ 370 પર કોઈએ કંઈ ન કર્યું

"જે લોકો આર્ટિકલ 370ની તરફેણ કરતા હતા તેમને પણ ખબર હતી કે જે થયું છે તે યોગ્ય નથી થયું પરંતુ સુધારો કરવાની તેમની હિંમત ન હતી. મજબૂત ઈરાદો ન હતો. આવું કરવાથી તેમનું રાજનીતિક ભવિષ્ય દાવ પર હતું. મારા માટે દેશનું ભવિષ્ય જ બધુ છે. મારા માટે રાજનીતિક ભવિષ્ય જેવું કંઈ નથી."
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...