સિનેમા જગતને ઇરફાનના નિધનથી મોટી ખોટ પડશે : PM મોદી

સિનેમા જગતને ઇરફાનના નિધનથી મોટી ખોટ પડશે : PM મોદી
ફાઇલ તસવીર

પીએમ મોદીએ ઇરફાનના નિધન પર શોક પ્રગટ કરતા કહ્યુ છે કે, સિનેમા અને રંગમંચની દુનિયા માટે આ એક મોટી ખોટ છે.

 • Share this:
  નવી દિલ્હી : દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irfan Khan)નું મુંબઇની હૉસ્પિટલમાં બુધવારે નિધન થયું છે. તેઓ 54 વર્ષના હતા અને લાંબા સમયથી દુર્લભ પ્રકારના કેન્સર (Cancer) સામે લડી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત દેશની તમામ જાણીતી હસ્તીએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

  પીએમ મોદીએ ઇરફાનના નિધન પર શોક પ્રગટ કરતા કહ્યુ છે કે, સિનેમા અને રંગમંચની દુનિયા માટે આ એક મોટી ખોટ છે. તેમને વિવિધ માધ્યમોમાં બહુમુખી પ્રદર્શન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે મારી સહાનુભૂતિ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.  જ્યારે કૉંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇરફાનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુ છે કે તેઓ વૈશ્વિક સિનેમા અને ટેલીવિઝનના સ્તર પર એક લોકપ્રીય ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર હતા.

  રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, "ઇરફાનના નિધન અંગે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા હતા. તે વૈશ્વિક સિનેમા તેમજ ટીવી સ્તર પર એક લોકપ્રીય ભારતીય એમ્બેસેડર હતા. ઇરફાનની ખૂબ ખોટ પડશે. દુઃખની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

  નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ બોલિવૂડ અભિનેતા ઇરફાનના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો હતો. અરવિંદ કેજરીવાલે ઇરફાનને અસાધારણ પ્રતિભા ધરાવતા અભિનેતાઓમાંનો એક કહ્યો હતો. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, "આપણા જમાનાના સૌથી લોકપ્રીય અભિનેતાઓમાંના એક ઇરફાન ખાનના નિધનના સમાચાર જાણીને સ્તબ્ધ છું. તેમનું કામ હંમેશા યાદ રાખવામાં આવશે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે."

  અભિનેતા ઇરફાન ખાનને મંગળવારે પેટના ઇન્ફેક્શન પછી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ (kokilaben dhirubhai ambani hospital) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઇરફાનને આઈસીયૂમાં રાખવામાં આવ્યો હતો. ઇરફાન કેન્સરની રેર બીમારીથી પીડાતો હતો.
  First published:April 29, 2020, 15:43 pm