ચીને કેમ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની વાત સ્વીકારી?

News18 Gujarati
Updated: May 2, 2019, 9:49 AM IST
ચીને કેમ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની વાત સ્વીકારી?
મસૂદ અઝહર (ફાઇલ તસવીર)

જે ચીન છેલ્લા 10 વર્ષથી મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અડચણરૂપ હતું તે આ વખતે કેમ માની ગયું?

  • Share this:
(માહા સિદ્દીકી)

મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા અને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાને લઈ ચીનના હકારાત્મક ભૂમિકાને લઈ સૌના મનમાં સવાલ ઉઠે છે કે છેવટે આવું કેવી રીતે થયું? જે ચીન છેલ્લા દસ વર્ષોથી આ કામમાં અડચણ ઊભું કરી રહ્યું હતું તે છેવટે આ વાતને લઈ કેવી રીતે માની ગયું? પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહોમાં જે ઘટનાઓ બની તેની પર જો નજર નાખીએ તો તેને સમજવું થોડું સરળ થઈ જશે.

આ વર્ષે 13 માર્ચે અમેરિકા, યૂકે અને ફ્રાન્સ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા જેનો ચીને વિરોધ કર્યો હતો. જોકે, ભારત જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરની વિરુદ્ધ સતત પુરાવા આપતું રહ્યું હતું અને ત્રણેય દેશ આ વાત માટે ચીન પર સતત દબાણ પણ કરી રહ્યું હતું.

અનેક ડિપ્લોમેટિક જાણકરોને આશા હતી કે ચીન આ વખતે ઝૂકી શકે છે કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 દેશોમાંથી 14 દેશ, જૈશ ચીફને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનું સમર્થન કરી રહ્યા હતા. ચીન સતત પોતાને બધાથી અલગ પડી જવા નહોતું માંગતું.

આ પણ વાંચો, આતંકી જાહેર થયા બાદ હવે મસૂદ અઝહર પર શું અસર પડશે?

અગાઉ ચીન દ્વારા રોક લગાવ્યા બાદ તેની પાસે આ મામલામાં નિર્ણય લેવા માટે 6 મહિનાનો સમય હતો. પરંતુ એવું લાગી રહ્યું હતું કે અમેરિકા આટલી રાહ જોવાના મૂડમાં નહોતું. અમેરિકા એવો સંદેશ આપી રહ્યું હતું કે તે ફરીથી યૂકે અને ફ્રાન્સની સાથે મળી સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લઈને આવશે. સૂત્રોનું કહેવું છે કે આ દબાણના કારણે ચીન, મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા માટે તૈયાર થયું.આ દરમિયાન અમેરિકાથી ચીન માટે અનેકવાર ફોન પણ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ચીન પોતાનું સ્ટેન્ડ બદલશે નહીં તો અમેરિકા રેઝલૂશનનો રસ્તો અપનાવશે. મૂળે, સુરક્ષા પરિષદમાં કોઈ પ્રસ્તાવ પર સામાન્ય સહમતિથી વિચાર કરવામાં આવે છે જ્યારે રેઝલૂશન લાવતાં તેને ઓછામાં ઓછા નવ સભ્યો દ્વારા પસાર થવાની જરૂર હોય છે. શરત એટલી કે, કોઈ સ્થાયી સભ્ય તેના પર વીટો ન કરે. જો ચીન રેઝલૂશન પર વીટો કરે તો તે સમગ્રપણે છતું થઈ જાય કારણ કે સ્થાયી સભ્યોનું કર્તવ્ય છે કે તે દુનિયામાં શાંતિ કાયમ રાખવા માટે કામ કરે.

આ પણ વાંચો, મસૂદ આતંકી જાહેર થતા બોલ્યા PM મોદી- આ તો હજી શરૂઆત છે

બાદમાં એક ખાસ પ્રક્રિયા 'સાઇલનસ પ્રોસીજર'ને અપનાવવામાં આવી. જે હેઠળ સભ્યોને પોતાનો વિરોધ નોંધાવા માટે એક કે બે સપ્તાહનો સમય આપવામાં આછે છે. જો કોઈ સભ્ય પોતાનો વિરોધ નથી નોંધાવતો તો તેને પાસ થયેલું સમજવામાં આવે છે. આ મામલામાં ન્યૂયોર્ક સમય મુજબ આ ડેડલાઇન 1 મે સવારે 9 વાગ્યાની હતી.

આ દરમિયાન 22 એપ્રિલે ડેડલાઇન પૂરી થતાં પહેલા ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે વાતચીત માટે બીજિંગ પણ ગયા હતા. બાદમાં મીડિયાની સામે તેઓએ કહ્યું હતું કે ચીનને મસૂદ અઝહરના આતંકવાદી હુમલામાં સામેલ થવાના પુરાવા આપી દેવામાં આવ્યા છે.

જોકે, ભલે અમેરિકાએ ઈરાનથી તેલ ખરીદવાના મામલામાં ભારતને છૂટ આપવાનો ઇન્કાર કરી દીધો હોય પરંતુ આતંકવાદના મુદ્દે તે ભારતનુ્ર સમર્થન કરતું રહ્યું છે. કારણ કે તેની આશા હતી કે ભારત પણ ઈરાનમાં આતંકવાદને ખતમ કરવામાં તેનું સમર્થન કરશે.

ચીને એ વાતના તમામ પ્રયાસ કર્યા કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ ન કરવામાં આવે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે તેને બ્લેક લિસ્ટ કરવાના અનેક કારણો પૈકીનું એક પુલવામા હુમલો પણ છે. વર્ષ 2009માં ભારત એકલો એવો દેશ હતો જેણે મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આજે ભારતની સાથે આટલા દેશ ઊભા છે જે ડિપ્લોમેટિક સ્તરે ભારતની એક મોટી જીત છે.
First published: May 2, 2019, 9:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading