Birthday Karl Marx : માર્ક્સે પ્રેમિકા જેનીને લવ લેટરમાં શું લખ્યું હતું?

Birthday Karl Marx : માર્ક્સે પ્રેમિકા જેનીને લવ લેટરમાં શું લખ્યું હતું?
કાર્લ માર્ક્સ

'તમે હંમેશાં મારા ધ્યાનમાં રહો છો અને હું તમારા તરફથી કોઈ પ્રતિક્રિયા વિના તમારી સાથે વાત કરું છું.'

  • Share this:
કાર્લ માર્ક્સનો જન્મ જર્મનીના ટ્રિએટર શહેરમાં 5 મે 1818ના રોજ થયો હતો. તેમનું નામ સામે આવતા જ આપણા મનમાં એક ગંભીર દાર્શનિક અને લેખકની કૃતિ બની જાય છે. જોકે, તેમનો એક ભાવનાત્મક પક્ષ પણ હતો. તેમણે પોતાની પ્રેમિકા જેની સાથે લગ્ન કર્યા હતા. તેઓ એક સાચા કોમરેડ, સંવેદનશીલ પતિ, પ્રેમી, પિતા અને મિત્ર પણ હતા. તેમનું જીવન ખુબ ઉતાર ચઢાવથી ભરેલું હતું.

પત્નીના બે વર્ષ બાદ થયું તેમનું નિધનતેમના લખેલા પત્રો દ્વારા સામે આવ્યું હતું કે, તેઓ પોતાની પત્ની જેની વિના નહોતા રહી શકતા. જયારે તેઓ જેનીથી દૂર જતા, તેઓ અચૂક પત્ર લખતા હતા. જેનીનું નિધન 1881માં થયું હતું. જેના 2 વર્ષ બાદ માર્ક્સનું નિધન ઈંગ્લેન્ડમાં થયું હતું.

માર્ક્સ જેનીને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને 7 સંતાન હતા. તેમણે પોતાની દરેક પુત્રી સાથે જેનીનું નામ જોડ્યું હતું. 21 જૂન 1865ના રોજ જેની માટે માર્કસે પત્ર લખ્યો હતો.

માર્ક્સનો લવ લેટર

માન્ચેસ્ટર, 21 જૂન 1865

મારી પ્રિયતમા,

હું તને ફરીથી પત્ર લખી રહ્યો છું. તમે જાણો છો શા માટે? કારણ ,કે હું તમારાથી દૂર છું અને જ્યારે પણ હું તમારાથી દૂર હોઉં છું, ત્યારે હું તમારી નજીક હોવાનું અનુભવું છું. તમે હંમેશાં મારા ધ્યાનમાં રહો છો અને હું તમારા તરફથી કોઈ પ્રતિક્રિયા વિના તમારી સાથે વાત કરું છું.

આ અંતર ખૂબ સુંદર છે. સતત સાથે રહેતાં આપણે એકબીજાની, એકબીજાની વાતોમાં, આદતોમાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે, તેનાથી કઈંક અલગ જોવું શક્ય નથી. ત્યાર બાદ નાની વસ્તુઓ, આદતો મોટા સ્વરૂપો લેવાનું શરૂ કરે છે, ચિડ઼ચિડ઼ા થઇ જવાય છે. પરંતુ જેમ જેમ તેઓ દૂર જાય છે, તે બધું જ એક ક્ષણમાં દૂર થઈ જાય છે, કોઈ ચમત્કારની જેમ અંતરથી પ્રેમ વધે છે, જેમ કે સૂર્ય અને વરસાદ નાના છોડને પ્રેમ કરે છે. ઓ મારી પ્રિય, આજકાલ મારી સાથે પ્રેમનો ચમત્કાર થઈ રહ્યો છે. તમારા પડછાયાઓ મને ઘેરી લે છે, મારા સપના તમારી સુગંધથી શણગારેલા છે. હું જાણું છું કે આ અંતરે મારા પ્રેમને કેવી રીતે વળગ્યો છે.

અમદાવાદીઓ રાજ્ય બહારથી પરત ફરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો શહેરમા પ્રવેશ નહીં મળે

જયારે હું તમારાથી દૂર થઉં છું, હું મારા અંતરના પ્રેમને અનુભવું છું. મેનાનુંભાવ થાય છે કે, હું કઈંક છું. ભણવું-ગણવું, જાણવું આધુનિક થવું એ આપણા અંદરના સંશયોને ઉજાગર કરે છે, તાર્કિક બનાવે છે. જોઈકે, આ બધાનું પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી. તારો પ્રેમ મને મારો હોવાનું જણાવે છે. હું પોતાનો હોવાની અનુભૂતિ કરી શકું છું.

આ દુનિયામાં ઘણી સ્ત્રીઓ છે, ખુબ જ સુંદર સ્ત્રીઓ છે, પરંતુ તું એ જ સ્ત્રી છે જેના ચહેરામાં હું પોતાને જોઈ શકું છું. જેનો એક શ્વાસ, ત્વચાની એક કરચલી, તમારા પ્રેમની તસ્દીક કરે છે, જે મારા જીવનની ખુબ સુંદર યાદ છે. મારી તમામ તકલીફો અને જીવનમાં થનારા તમામ નુકશાન પણ એ મીઠી યાદોના સમયમાં ઓછું લાગે છે.

હું તમારી એ પ્રેમાળ અભિવ્યક્તિઓને યાદ કરું છું. તમારા ચહેરાને ચૂમીને મારા જીવનના તમામ દુઃખોને ભૂલી જાઉં છું.

બાય, પ્રિય.. તમને અને બાળકોને ખૂબ પ્રેમ અને ચુંબન.

તારો માર્ક્સ.
Published by:News18 Gujarati
First published:May 05, 2021, 12:12 pm

ટૉપ ન્યૂઝ