Home /News /national-international /

શું છે યૂનિવર્સલ બેઝિક ઇનકમ? રાહુલ ગાંધીએ દરેક ગરીબને જેનું આપ્યું વચન

શું છે યૂનિવર્સલ બેઝિક ઇનકમ? રાહુલ ગાંધીએ દરેક ગરીબને જેનું આપ્યું વચન

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

આ યોજના અંતર્ગત ઇન્દોર જિલ્લાના નવ ગામમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

  ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે છત્તીસગઢમાં રેલી દરમિયાન મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું જો 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થાય છે તો દરેક ગરીબને UBI (યૂનિવર્સિલ બેઝિક ઇનકમ) અંતર્ગત લઘુત્તમ આવકની ખાતરી મળશે. આવું કરવાથી દેશમાં ગરીબી હટાવવામાં મદદ મળશે. રાહુલ ગાંધી પહેલા મોદી સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ 'ઇકોનોમિક સર્વે'માં યુબીઆઈની તરફેણ કરી ચુક્યા છે. એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં રજૂ થનારા બજેટ દરમિયાન નાણા મંત્રી આ અંગેની જાહેરાત કરી શકે છે.

  શું છે UBI?

  Outlookના સમાચાર પ્રમાણે યુનિવર્સલ બેઝિક ઇનકમ એક નિશ્ચિત આવક છે. આ રકમ દેશના તમામ નાગરીકો- ગરીબ, અમીર, નોકરિયાત, બેરોજગારોને સરકાર તરફથી મળશે. આ આવક માટે કોઈ પણ પ્રકારનું કામ કરવાની શરત રાખવામાં નથી આવતી. એ આદર્શ સ્થિતિ છે કે સમાજના દરેક વ્યક્તિને પોતાના જીવન-નિર્વાહ માટે લઘુત્તમ આવકનો જોગવાી હોવી જોઈએ.

  કોણે આઇડિયા આપ્યો હતો?

  યૂનિવર્સિલ બેઝિક ઇનકમનો વિચાર લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગે આપ્યો હતો. મધ્યા પ્રદેશની એક પંચાયતમાં એક પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેને લાગૂ કરવામાં આવ્યો તહો, આ પ્રોજેક્ટથી સકારાત્મક પરિણામ જોવા મળ્યું હતું. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ આ યોજનાના મોટા સમર્થક છે. તેમના મતે યૂબીઆઈથી એ લોકોને મદદ મળશે જેઓ મશીનોને કારણે નોકરી ગુમાવી ચુક્યા છે.

  યૂબીઆઈનો ઉદેશ્ય શું છે?

  સૌપ્રથમ વર્ષ 1967માં માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે નિશ્ચિત આવકનો વિચાર આપ્યો હતો. જેના કારણે આવકની અસમાનતા ઓછી કરી શકાય. આ એક સરકારી યોજના છે, જે અંતર્ગત કોઈ દેશની સરકાર પોતાના નાગરિકોને દર મહિને એક નિશ્ચિત રકમ આપે છે. વર્ષ 2016-17 દરમિયાન આર્થિક સર્વે દરમિયાન આ યોજનાની ભલામણ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે આનાથી ગરીબી નાબૂદ કરવામાં મદદ મળશે.

  ઇન્દોરમાં પાયલટ પ્રોજેક્ટ ચાલ્યો હતો

  આ યોજના અંતર્ગત ઇન્દોર જિલ્લાના નવ ગામમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010થી 2016 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં વયસ્ક અને બાળકોને દર મહિને અમુક નિશ્ચિત રકમ આપવામાં આવી હતી. જે બાદમાં અનેક એનજીઓએ આ અંગે સર્વે કરીને આ રકમથી લોકોનાં જીવન પર કેવી અસર પડી તેનું સંશોધન કર્યું હતું. સર્વેના તારણો અલગ અલગ રહ્યા હતા, પરંતુ સરેરાશ પરિણામ સારું રહ્યું હતું. આના આધાર પર સરકારે પોતાના આર્થિક સર્વેમાં આ યોજનાની ભલામણ કરી હતી.

  દુનિયામાં ક્યાં ક્યાં છે યૂબીઆઈ?

  વિશ્વના અનેક દેશ અલગ અલગ સ્તર પર પોતાના નાગરિકોને આ સુવિધા આપે છે. આ દેશમાં સાયપ્રસ, ફ્રાંસ, અમેરિકાના અનેક રાજ્ય, બ્રાઝિલ, કેનેડા, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, આયરલેન્ડ, લક્ઝમ્બર્ગ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. આ દેશમાં કાં તો પાયલટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અથવા અલગ અલગ સ્તર પર સરકાર નાગરિકોને પૈસા આપી રહી છે.

  આ પણ વાંચો : રાહુલની મોટી જાહેરાત, અમારી સરકાર બનશે તો ગરીબોને આપીશું ન્યૂનતમ આવકની ગેરંટી

  ભારતમાં લાગૂ થવાથી શું મુશ્કેલી થઈ શકે છે?

  દેશમાં આ યોજના લાગૂ કરવામાં અનેક સમસ્યા નડી શકે છે. યૂબીઆઈનો આઇડિયા લાવનારા લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાર્ડ સ્ટેન્ડિંગના જણાવ્યા પ્રમાણે આ યોજના લાગૂ કરવાથી આશરે જીડીપીના 4 ટકા ખર્ચ કરવો પડશે. વર્તમાન સરકાર લગભગ આટલો જ હિસ્સો વિવિધ પ્રકારની સબસિડી પાછળ ફાળવી રહી છે. એવામાં સરકારી તિજોરી પર બેવડો માર પડી શકે છે. આ સમસ્યાના સમાધાન માટે તેમણે એવું પણ કહ્યું કે સરકાર ધીમે ધીમે સબસિડીને ખતમ કરીને યૂબીઆઈને સંપૂર્ણ રીતે લાગૂ કરી શકે છે. આનાથી જીવનધોરણ સુધરશે અને આવકની અસમાનતા જેવી સમસ્યાઓ ઓછી થશે.

  આ પણ વાંચો : 'ઇટાલી પરત જાવ' : અમેઠી મુલાકાત દરમિયાન ખેડૂતો કર્યો રાહુલ ગાંધીનો વિરોધ

  યોજના લાગૂ કરવાથી શું જોખમ?

  યૂબીઆઈ લાગૂ કરવા માટે સબસિડીને કેવી રીતે ખતમ કરવી તે પણ એક સમસ્યા છે. બીજી સમસ્યા એવી પણ છે કે દર મહિને કોઈ જ કામ કર્યા વગર જો મફતમાં કોઈ રાશી મળતી હોય તો લોકોની કામ પ્રત્યેની ઈચ્છા ઓછી થઈ શકે છે. મજૂર વર્ગમાં આની અવળી અસર પડી શકે છે. ત્રીજી સમસ્યા એ પણ આવી શકે છે કે આનાથી ભારતીય રાજનીતિમાં અસ્થિરતા આવી શકે છે. ચૂંટણી જીતવા માટે એક રાજકીય પાર્ટી આ રકમ વધારી શકે છે તો બીજી પાર્ટી તેમાં ટાંગ અડાવી શકે છે. જેનાથી જીડીપીનો બોઝ વધી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Salary, UBI, Union Budget 2019, કમાણી, પીએમ, બજેટ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन