Home /News /national-international /પત્ની અથવા ઘરવાળીને શા માટે કહેવાય છે વાઈફ, શું તમે જાણો છો WIFEનો શું અર્થ થાય છે?

પત્ની અથવા ઘરવાળીને શા માટે કહેવાય છે વાઈફ, શું તમે જાણો છો WIFEનો શું અર્થ થાય છે?

પ્રતિકાત્મક ફોટો

જ્યારે છોકરો કે છોકરી લગ્ન કરે છે, તો પછી તેમને પતિ-પત્ની કહેવાય છે. પત્ની પોતાના પતિની અર્ધાંગિની હોય છે, તેને જીવનસાથી, જીવનસંગિની, બેટર હાફસ વાઈફ અને બીજા કેટલાય નામોથી બોલાવાય છે.

    જ્યારે છોકરો કે છોકરી લગ્ન કરે છે, તો પછી તેમને પતિ-પત્ની કહેવાય છે. પત્ની પોતાના પતિની અર્ધાંગિની હોય છે, તેને જીવનસાથી, જીવનસંગિની, બેટર હાફસ વાઈફ અને બીજા કેટલાય નામોથી બોલાવાય છે. દુનિયાભરમાં પત્નીઓ માટે પ્રખ્યાત શબ્દ છે WIFE. પણ ક્યારેય તમે વિચાર્યું છે કે, પત્નીને વાઈફ શા માટે કહેવાય છે. આ શબ્દનો અર્થ શું થઆય છે, તે શબ્દ ક્યાંથી આવ્યો અને ક્યારે શરુઆત થઈ. જો નથી જાણતા તો આવો જાણીએ વાઈફનો અર્થ શું થાય અને તેની પાછળનો શું છે ઈતિહાસ.

    ક્યાંથી થઈ WIFE શબ્દની ઉત્પતિ


    વાઈફ શબ્દની ઉત્પતિ જર્મન ભાષામાંથી થઈ છે. પ્રોટો જર્મેનિક ભાષાના wībam શબ્દમાથી વાઈફ શબ્દ બન્યો છે. તેને જર્મનમાં Weib પણ કહેવાય છે. જેનો અર્થ થાય છે મહિલા. Weib મતબલ પણ મહિલા અથવા ફીમેલ થાય છે. અંગ્રેજીમાં વાઈફ શબ્દનો ઉપયોગ પરણેલ સ્ત્રી માટે વપરાય છે અને તે અંગ્રેજી ડિક્શનરીનો ભાગ બની ગયો છે.

    આ પણ વાંચો: બ્રિટનનો દાવો- રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન યુદ્ધથી પાછા હટનાર સૈનિકોને ગોળી મારવાનો ઓર્ડર આપ્યો

    શું થાય છે વાઈફનો અર્થ


    WIFEનો અર્થ થાય છે દ વૂમેન ઘેટ સમ બોડી ઈઝ મેરિડ ટૂ (The woman that somebody is married to) એટલે કે એવી મહિલા જેણે કોઈની સાથે લગ્ન કર્યા છે અથવા જેના લગ્ન થઈ ચુક્યા છે. જે મહિલાના છુટાછેડા થઈ ચુક્યા છે અથવા પોતાના પતિથી દૂર રહે છે તેને એક્સ વાઈફ કહેવાય છે.

    વાઈફ શબ્દમાંથી બન્યા અન્ય શબ્દ


    ફક્ત વાઈફ જ નહીં, તેમાંથી અન્ય શબ્દો પણ બન્યા છે, જેમ કે midwife, good wife, fishwife અને spaewife. મિડવાઈફનો અર્થ થાય છે એવી મહિલા જે હેલ્થ પ્રોફેશનલ છે અને જેનું કામ નવજાત બાળકો અને તેની માતાનું ધ્યાન રાખવાનું છે. પણ તે પરણેલી હોય તે જરુરી નથી. તો વળી ભવિષ્ય બતાવનારી મહિલાને spaewife કહેવાય છે અને માછલી વેચનારી હિલાને ફ્શ્વાઈફ કહેવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Wife

    विज्ञापन
    विज्ञापन